નવી દિલ્હી : દેશમાં સપ્ટેમ્બર માસમાં પણ ચોમાસું સક્રિય થયું છે. જેમાં ઘણા રાજ્યોમાં વરસાદને કારણે લોકો પૂરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ ઉભી થઈ છે. જેના લીધે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. દિલ્હી-NCR હોય કે ઉત્તર પ્રદેશ, દરેક જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે અને હવામાં ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે. જેમાં વિવિધ રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. જ્યારે હવામાન વિભાગના(Weather Forecast)જણાવ્યા અનુસાર દિલ્હીમાં આજે હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. દિલ્હી-NCRમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત, તેલંગાણા અને પુડુચેરીમાં વરસાદની સંભાવના
હવામાન વિભાગે રાજસ્થાન અને મધ્યપ્રદેશના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી પણ કરી છે. ગુજરાત, તેલંગાણા અને પુડુચેરીમાં પણ વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં શુક્રવારથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. જેમાં શનિવારે ચમોલી, પૌડી અને બાગેશ્વર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ જોવા મળી શકે છે. ઉત્તર પ્રદેશમાં શુક્રવાર સાંજથી સતત વરસાદ પડી રહ્યો છે અને આજે પણ વરસાદની સંભાવના છે
ઉત્તરાખંડના 5 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા
પહાડી વિસ્તારમાં ચોમાસાની અસર જોવા મળી રહી છે. જેમાં ઉત્તરાખંડના 5 જિલ્લાઓ એટલે કે દેહરાદૂન, રુદ્રપ્રયાગ, ટિહરી, ઉત્તરકાશી, નૈનીતાલમાં ઘણી જગ્યાએ ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે. 13 સપ્ટેમ્બરે ચોમાસું ફરી સક્રિય થવાની ધારણા છે. પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. જો બિહારમાં શનિવારે રોહતાસ અને ભભુઆમાં ભારે વરસાદ અને પટના સહિત દક્ષિણ બિહારના અન્ય જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે.