નેશનલ

શિક્ષકોની ભરતી રદ્દ: મમતા બેનરજીએ કહ્યું ‘સુપ્રીમ’ના ચુકાદાનું સન્માન, પણ સ્વીકારીશું નહીં

નવી દિલ્હીઃ ગુજરાતમાં જ નહીં પરંતુ પશ્ચિમ બંગાળમાં પણ શિક્ષકોની ભરતી અંગે વિવાદ ચાલી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં આશરે 26 હજાર શિક્ષક અને અન્ય કર્મચારીઓની ભરતીને ગેરકાયદે જાહેર કરવામાં આવી હતી. સૌથી મહત્વની વાત એ છે કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય પર રાજકારણ ગરમાયું છે.

આ ભરતી મુદ્દે ભાજપે મમતા બેનર્જીને રાજીનામું આપી દેવા માટે દબાણ કર્યું છે. જો કે, આ મામલે મમતાએ પણ પોતાનું નિવેદન જાહેર કર્યું છે. મમતાએ નિવેદનમાં આ ચુકાદાનો સ્વીકાર નહીં કરવામાં આવે તેવી પણ વાત કરી છે. જેને લઈને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ મમતા બેનર્જી પર પણ આકાર સવાલો કર્યાં છે.

આપણ વાંચો: શિક્ષકોની ભરતી મામલે ગાંધીનગરમાં આંદોલન, ઉમેદવારોની અટકાયત

ભરતીને રદ્દ કરવા મુદ્દે સીએમ રાજીનામું આપે

સુપ્રીમ કોર્ટના ચુકાદાનો તો મમતાએ વિરોધ કર્યો જ છે, સામે ભારતીય જનતા પાર્ટીને પણ સંભળાવી દીધું છે કે, ભાજપ પશ્ચિમ બંગાળમાં શિક્ષણ વ્યવસ્થાને ખોખલી કરવા માંગે છે. મહત્વની વાત એ છે કે, આ ભરતી મામલે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 26 હજાર શિક્ષકો અને અન્ય કર્મચારીઓની ભરતીમાં અનિયમિતતાઓ છે.

તેથી આ ભરતી રદ કરવામાં આવે છે. હવે આ મામલે ભાજપે મમતા પર આકરા પ્રહારો કર્યા છે અને રાજીનામું આપી દેવાનું કહ્યું છે.

આપણ વાંચો: યુનિવર્સિટીઓમાં શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ચાન્સેલર દ્વારા અટકાવાઇ

ભરતી પ્રક્રિયા માટે મમતા બેનર્જી જવાબદારઃ ભાજપ

મમતા બેનર્જી પાસે રાજીનામું માંગતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને બંગાળના ભાજના અધ્યક્ષ સુકાંત મજૂમદારે લખ્યું હતું કે, ‘આ સમગ્ર ભરતી પ્રક્રિયા માટે સીએમ મમતા બેનરજી જવાબદાર છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે મમતા બેનરજી શાસનમાં હોશિયાર યુવાનો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. આવું માત્ર પૈસાના કારણે થયું. પૈસાના બદલામાં નકલી ભરતી કરવામાં આવી છે.’

શું મમતા સરકાર આ ભરતીને રદ્દ કરશે?
દેશમાં આવી અનેક કૌભાંડો થયા છે, જેમાં હોશિયાર વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો હોય! હવે પ્રશ્ન એ થયા છે શું મમતા સરકાર આ ભરતીને રદ્દ કરશે? જો કે, મમતા બેનરજીના નિવેદન પરથી તો એવું જરાય નથી લાગતું.

કારણે કે, મમતા બેનરજીએ કહ્યું હતું કે, અમને ન્યાયતંત્ર માટે ઘણું સન્માન છે, પરંતુ અમે આ ચુકાદાને સ્વીકારી શકીએ નહીં! તો હવે ભરતીને લઈને વિવાદ વધારે ઉગ્ર પણ બને તો નવાઈ થશે નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button