‘પોતાનું શાસન સ્થાપિત કરીશું’ મણીપુરના આદિવાસી સંગઠની ચેતવણી

‘પોતાનું શાસન સ્થાપિત કરીશું’ મણીપુરના આદિવાસી સંગઠની ચેતવણી

ઇમ્ફાલ: મણિપુરમાં કુકી-જો આદિવાસીઓની અગ્રણી સંસ્થા ઈન્ડિજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ) એ બુધવારે સ્વ-શાસિત અલગ વહીવટ સ્થાપવાની ચેતવણી ઉચ્ચારી હતી. સંગઠને બુધવારે એવી ચેતવણી આપી હતી કે જ્યાં આ આદિવાસીઓ બહુમતીમાં છે તેવા વિસ્તારોમાં અલગ સ્વ-શાસિત વહીવટીતંત્ર સ્થાપશે. સંગઠને કહ્યું કે પૂર્વોત્તર રાજ્યમાં વંશીય સંઘર્ષના છ મહિનાથી વધુ સમય પછી પણ કેન્દ્ર સરકારે હજુ સુધી અલગ વહીવટની તેમની માંગણી સ્વીકારી નથી.

આઈટીએલએફના આગેવાને જણાવ્યું હતું કે ‘મણિપુરમાં વંશીય સંઘર્ષ શરૂ થયાને છ મહિનાથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ અલગ વહીવટની અમારી માગણી અંગે કંઈ કરવામાં આવ્યું નથી. જો અમારી માંગણીઓ થોડા અઠવાડિયામાં સાંભળવામાં નહીં આવે, તો અમે અમારું સ્વ-શાસન સ્થાપિત કરીશું, કેન્દ્ર તેને માન્યતા આપે કે ન આપે.’

સંગઠને ચુરાચંદપુરમાં આદિવાસીઓની હત્યાની CBI અથવા NIA તપાસની માંગ સાથે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું  આ દરમિયાન તેમણે આ ટિપ્પણી કરી હતી. આઈટીએલએફના આગેવાને કહ્યું કે વંશીય સંઘર્ષ દરમિયાન ઘણા કુકી-જો આદિવાસીઓ માર્યા ગયા છે, પરંતુ કોઈ કેન્દ્રીય તપાસ એજન્સીએ આ બાબતને તપાસ માટે લીધી નથી. આ રેલી કુકી-જો લોકો પર થયેલા અત્યાચારના વિરોધમાં છે.

રેલી દરમિયાન આદિવાસીઓ માટે ન્યાયની માંગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને આદિવાસીઓની હત્યા અંગે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં રાજ્ય સરકાર અને અન્ય તપાસ એજન્સીઓની નિષ્ફળતાની નિંદા કરી હતી.

રાજ્યની રાજધાની ઇમ્ફાલમાં  સ્થાનિકોએ રાજ્યમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવામાં મણિપુર સરકારની અસમર્થતા સામે વિરોધ કર્યો. જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થતો હતો..

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button