નેશનલ

Loksabha Election 2024 : રાયબરેલી અને વાયનાડ બંને બેઠક જીતશે તો કઈ બેઠક છોડશે Rahul Gandhi, મલ્લિકાર્જુન ખડગેએ આપ્યો જવાબ

નવી દિલ્હી : દેશમાં હાલ ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં(Loksabha Election 2024) કોંગ્રેસના (Congress) નેતા રાહુલ ગાંધી બે (Rahul Gandhi) બેઠકો વાયનાડ અને રાયબરેલીથી લડ્યા છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે જો રાહુલ ગાંધી બંને બેઠકો જીતી જશે. તો કે કઇને બેઠકને જાળવશે અને કઇ બેઠક છોડશે. આ મહત્વના સવાલનો જવાબ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આપ્યો છે. તેમણે કહ્યું કે તે રાહુલ ગાંધીનો વ્યક્તિગત નિર્ણય હશે કે તેઓ કઈ બેઠક છોડશે અને ક્યાં સાંસદ રહેશે. એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં ખડગેએ અન્ય ઘણા મુદ્દાઓ વિશે વાત કરી. ખડગેએ કહ્યું કે કોંગ્રેસે વિપક્ષને એકજૂથ રાખવા માટે ઓછી બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.

Also Read – Lok Sabha Elections 2024: શું રાહુલ ગાંધી બનશે દેશના PM? રોબર્ટ વાડ્રાએ આપ્યો આ જવાબ

કોંગ્રેસ સૌથી ઓછી 328 બેઠકો પર ચૂંટણી લડી રહી છે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વધુમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને હરાવવાની રણનીતિના ભાગરૂપે આ લોકસભા ચૂંટણીમાં ઓછી બેઠકો પર લડવાનો નિર્ણય પાર્ટીમાં અવિશ્વાસ દર્શાવતો નથી. વર્ષ 1952 પછી દેશના ઈતિહાસમાં પ્રથમ વખત કોંગ્રેસ દેશમાં સૌથી ઓછી 328 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે ઇન્ડી ગઠબંધનના અન્ય પક્ષો બાકીની 200 થી વધુ બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 1996માં કોંગ્રેસે સૌથી વધુ 529 સીટો પર ચૂંટણી લડી હતી.

Also Read – નારાજ ગ્રામજનોને મતદાન માટે મનાવવા પહોંચ્યા રાહુલ ગાંધી, લોકોએ આપી આવી પ્રતિક્રિયા

તમામ પક્ષોને એક રાખવા માટે આ સમજૂતી

કોંગ્રેસના નેતાએ કહ્યું કે ઇન્ડી ગઠબંધનમાં અમે દેશના વિવિધ ભાગોમાં પ્રભાવ ધરાવતા અન્ય પક્ષોને પૂરતી તક આપી છે. ઇન્ડી ગઠબંધનની જીત સુનિશ્ચિત કરવા માટે આ સમજૂતી કરવામાં આવી છે. ઇન્ડી ગઠબંધનના તમામ પક્ષોને એક રાખવા માટે આ સમજૂતી કરવામાં આવી છે અને તેથી કોંગ્રેસ ઓછી બેઠકો પર ચૂંટણી લડી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button