Wayanad By election: કોંગ્રેસે ફૂડ પેકેટ વેચતા વિવાદ, LDF એ ચૂંટણી પંચને કરી ફરિયાદ…
વાયનાડ (કેરળ): કેરળમાં વાયનાડ જિલ્લાના થોલપેટ્ટીમાં સત્તારૂઢ ડાબેરી ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ) એ કોંગ્રેસના નેતાઓના તસવીરો ધરાવતા ફૂડ પેકેટો જપ્ત કરવાના મામલાની તપાસ કરવા ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.
આ પણ વાંચો : Wayanad Lok Sabha: વાયનાડની સીટ પરથી પ્રિયંકા ગાંધી લડશે ચૂંટણી…
એલડીએફએ આરોપ લગાવ્યો હતો કે આ ફૂડ્સ પેકેટ 13 નવેમ્બરે યોજાનારી પેટાચૂંટણીમાં કોંગ્રેસના પક્ષમાં મતદારોને પ્રભાવિત કરવાના ઉદ્દેશ્યથી વિતરણ કરવામાં આવ્યા હતા. એલડીએફના જિલ્લાના સંયોજક અને પૂર્વ ધારાસભ્ય સીકે સસીન્દ્રને જણાવ્યું હતું કે, ‘આ મામલાની તપાસને માંગને લઇને ચૂંટણી પંચ અને વાયનાડ જિલ્લા મેજિસ્ટ્રેટને ફરિયાદ કરવામાં આવી છે.
એલડીએફના એક નેતાએ આરોપ લગાવ્યો હતો કે વાયનાડમાં મતદાતાઓને ફૂડ્સ પેકેટ્સનું વિતરણ કરીને યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) ચૂંટણી નિયમો અને માપદંડોનો ભંગ કરી રહ્યું છે. કોંગ્રેસ નેતાઓની તસવીરો ધરાવતા ફૂડ્સ પેકેટ્સને ભૂસ્ખલન પીડિતોને સહાયતાની આડમાં આપવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : Wayanad માં સેનાનું બચાવ કાર્ય જોઇ ભાવુક થયો ત્રણ વર્ષનો બાળક, લખ્યું પ્રિય, ભારતીય સેના..
લોકસભા પેટાચૂંટણી પહેલા વાયનાડમાં ચૂંટણી પંચની ફ્લાઈંગ સ્ક્વોડ અને પોલીસે ગુરુવારે જિલ્લાના થોલપેટ્ટીમાં કોંગ્રેસના નેતાઓના ફોટાવાળા 30 જેટલા ફૂડ પેકેટો જપ્ત કર્યા ત્યારે રાજકીય વિવાદ પેદા થયો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર ખાંડ, ચોખા, ચાની પત્તી અને અન્ય કરિયાણાની વસ્તુઓ હોય તેવા આ પેકેટ પર રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારની તસવીરો હતી. સ્થાનિક કોંગ્રેસ નેતાના ઘરની નજીક આવેલી ફ્લોર ફેક્ટરીમાંથી આ જથ્થો મળી આવ્યો હતો.
આ પણ વાંચો : વાયનાડ પેટાચૂંટણીઃ ત્રીજીથી પ્રિયંકા ગાંધી પ્રચાર અભિયાનની શરૂઆત કરશે…
કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર આ એ જ પેકેટ છે જે 30 જૂલાઈએ વાયનાડ ભૂસ્ખલન દુર્ઘટનામાં જીવિત રહેલા લોકોને વહેંચવા માટે લાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાયનાડ પેટાચૂંટણી માટે યુડીએફના ઉમેદવાર છે, જ્યાં તેઓ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઇ)ના ઉમેદવાર અને વરિષ્ઠ નેતા સત્યન મોકેરી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપી)ના ઉમેદવાર નાવ્યા હરિદાસ સામે ચૂંટણી લડી રહ્યા છે.