આમચી મુંબઈનેશનલસ્પેશિયલ ફિચર્સ

Watching TV મોંઘું બનશે: TRAIના એક નિર્ણયને કારણે ખોરવાશે તમારું Monthly Budget…

લોકસભાની ચૂંટણીનો છેલ્લો અને અંતિમ તબ્બકો પૂરો થયો એટલે ત્રીજી જૂનથી દેશના નાગરિકો પર જાત જાતના ભાવવધારા થોપી મારવામાં આવ્યા. હવેથી ટીવી જોવાનું પણ મોંઘું બનવા જઈ રહ્યું છે અને એને માટે પણ તમારે વધારે પૈસા ખર્ચવાની તૈયારી રાખવી પડશે. આ ભાવ વધારો જાહેર કરવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Telecom Regulatory Authority of India-TRAI) ચૂંટણી પૂરી થવાની રાહ જોઈ રહ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે પહેલાં દૂધના ભાવમાં વધારો, ત્યાર બાદ નેશનલ હાઈવે ઓથિરિટી ઓફ ઈન્ડિયા (National Highway Authority Of India) દ્વારા કરવામાં આવેલો ટોલ ટેક્સનો વધારો અને હવે વધુ એક ભાવ વધારા માટે નાગરિકોએ તૈયાર રહેવું પડશે, કારણ કે ચૂંટણી પૂરી થઈ ગઈ છે, પરિણામો આવી ગયા છે, સરકાર કોણ બનાવશે એ નક્કી થઈ ગયું છે અને એટલે કોઈ પણ ઘડીએ આ ભાવધારો લાગુ કરવામાં આવશે.

આ પણ વાંચો : T-20 World Cup-2024માં આ મેચની ટિકિટ છે ફાઈનલ કરતાં પણ મોંઘી? કિંમત સાંભળીને ઉડી જશે હોંશ…

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ટીવી સબ્સ્ક્રિપ્શનમાં પાંચથી આઠ ટકાનો વધારો કરવામાં આવશે. ડિઝની સ્ટાર (Disney Star), વાયાકોમ 18 (Viacom18), ઝી એન્ટરટેઈન્ટમેન્ટ (Zee Entertainment) અને સોની પિક્ચર્સ નેટવર્ક્સ (Sony Pictures Networks)એ પોતાના ભાવમાં વધારો કરી દીધો છે અને આ ભાવ વધારાની સીધી સીધી અસર તમારા ખિસ્સા પર જોવા મળશે.

તમામ બ્રોડકાસ્ટિંગ કંપનીએ ડિસ્ટ્રિબ્યુશ પ્લેટફોર્મ ઓપરેટર્સ (Distribution Platform Opraters-DPO)ને નવા એગ્રિમેન્ટ સાઈન કરવાનું જણાવવામાં આવ્યું છે અને ત્યાર બાદ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તમામ બ્રોડકાસ્ટર્સને લોકસભાની ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી એગ્રિમેન્ટ સાઈન ન કરનારાઓના સિગ્નલ બંધ ના કરે અને હવે ટ્રાય ક્યારેય પણ આ ભાવ વધારાને મંજૂરી આપી શકે એમ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે જાન્યુઆરી મહિનામાં તમામ મોટા બ્રોડકાસ્ટર્સે પોતાની ચેનલના રેટમાં 10 ટકા સુધીનો વધારો કરી દીધો છે અને એમાં પણ વાયાકોમ 19એ સૌથી વધુ એટલે કે 25 ટકા ભાવ વધારો કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો