ટોપ ન્યૂઝનેશનલ

વકફ કાયદા મુદ્દે સુપ્રીમ કોર્ટમા સુનાવણી શરૂ, કપિલ સિબ્બલે કહ્યું આ બંધારણના અનુચ્છેદ 26નો ભંગ

નવી દિલ્હી : વકફ કાયદાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. સીજેઆઈ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બનેલી ત્રણ જજોની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટમાં અરજદારો અસદુદ્દીન ઓવૈસી, કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદ અને અન્ય લોકો હાજર છે.

આ કેસની સુનાવણી સમયે સીજેઆઈએ કહ્યું કે અમે બધાની વાત સાંભળી નથી શકવાના. તેથી કોણ ચર્ચા કરશે તે અમે નક્કી કરીશું. અમે એક પછી એક નામ લઈશું. કોઈ પણ દલીલનું પુનરાવર્તન ના કરે. ઘણી બધી રિટ પિટિશન છે અને દરેક વ્યક્તિ ટૂંકી નોંધો તૈયાર રાખે.

આપણ વાંચો: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમા વકફ કાયદાના વિરોધમા ભડકી હિંસા, પિતા-પુત્રની ગોળી મારીને હત્યા

કલમ 26નું ઉલ્લંઘન કરે છે.

જયારે સુનાવણી દરમિયાન જમિયત ઉલેમા-એ-હિંદ વતી વકીલ કપિલ સિબ્બલ દલીલ કરી રહ્યા છે. તેમણે કોર્ટને જણાવ્યું કે આ કલમ સ્થાવર અને જંગમ મિલકત વિશે છે જે ધર્મ સાથે સંબંધિત છે. તે તેમનું રક્ષણ કરે છે.

સિબ્બલે કહ્યું કે હું તમને વ્યાપકપણે કહીશ કે પડકાર શું છે. સંસદીય કાયદા દ્વારા જે કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે ધર્મના એક આવશ્યક અને અભિન્ન અંગમાં દખલ કરવાનો છે. હું કલમ 26 નો ઉલ્લેખ કરું છું અને કાયદાની ઘણી જોગવાઈઓ કલમ 26નું ઉલ્લંઘન કરે છે.

આપણ વાંચો: મુર્શિદાબાદમાં વકફ કાયદાના વિરોધ મુદ્દે હિંસા ભડકી, BSF તહેનાત કરાઇ…

સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલે આ દલીલ કરી

સિબ્બલે કહ્યું કે વકફના કિસ્સામાં પર્સનલ લો લાગુ પડે છે અને આવી સ્થિતિમાં હું બીજા કોઈનું પાલન કેમ કરીશ. 2025 કાયદાની કલમ 3(r)નો સંદર્ભ – વકફની વ્યાખ્યા જુઓ, જો હું વકફ સ્થાપિત કરવો હોય, તો મારે એ બતાવવું પડશે કે હું 5 વર્ષથી ઇસ્લામનું પાલન કરી રહ્યો છું. જો હું મુસ્લિમ જન્મ્યો હોત તો હું આવું કરીશ ? મારો વ્યક્તિગત કાયદો લાગુ પડશે.

કલમ 26 ધર્મનિરપેક્ષ છે.જે તમામ સમુદાયોને લાગુ

સિબ્બલે કહ્યું કે કલમ 3(A)(2)-વકફ-અલ-ઔલાદનું બંધારણ મહિલાઓને વારસાથી વંચિત રાખી શકતું નથી. આ વિશે કંઈ કહેવા માટે રાજ્ય કોણ છે? સીજેઆઈએ કહ્યું કે સરકારે હિન્દુઓ માટે પણ કાયદો બનાવ્યો છે. સંસદે મુસ્લિમો માટે પણ કાયદા બનાવ્યા છે. સીજેઆઈએ કહ્યું કે કલમ 26 ધર્મનિરપેક્ષ છે.જે તમામ સમુદાયોને લાગુ પડે છે.

આપણ વાંચો: વકફ કાયદા અંગે NDA માં મતભેદ? NDAના ઘટક પક્ષના વિધાનભ્યએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

સિબ્બલે દિલ્હીની જામા મસ્જિદનો ઉલ્લેખ કર્યો

કપિલ સિબ્બલે જામા મસ્જિદનું ઉદાહરણ આપવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સીજેઆઈએ તેમને રોક્યા અને કહ્યું કે જામા મસ્જિદમાં ધાર્મિક પ્રવૃત્તિ પહેલાથી જ ચાલી રહી છે. તેથી તેના પર કોઈ અસર થવાની નથી અન્ય ઇમારતોની પણ આવી જ સ્થિતિ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button