નેશનલસ્પેશિયલ ફિચર્સ

આધાર કાર્ડનો ડેટા સુરક્ષિત રાખવો છે? જસ્ટ ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ…

ડાર્ક વેબ પર આજકાલ પર્સનલ ડેટા ઊંચી કિંમતે વેચાઈ રહી છે અને કરોડો ભારતીય નાગરિકોના આધારકાર્ડનો ડેટા ડાર્ક વેબ પર વેચાવવા માટે ઉપલબ્ધ હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી. જોકે, બાદમાં આ ફાઈલ્સ રિમૂવ કરવામાં આવી હોવાનું પણ પછીથી જણાવવામાં આવ્યું હતું. આજે પણ ડાર્ક વેબ પર કેટલાય ભારતીયોના નામ, સરનામા, આધાર નંબર, ફોન નંબર અને બાયોમેટ્રિક ડિટેઈલ્સ ઉપલબ્ધ છે. આવી પરિસ્થિતિમાં સ્વાભાવિક છે કે તમને તમારા આધાર કાર્ડ ડિટેઈલ્સની ચિંતા થાય… આજે અમે અહીં તમારા માટે કેટલીક એવી સિમ્પલ ટિપ્સ લઈને આવ્યા છીએ કે જે તમારા ડેટાને સુરક્ષિત રાખશે…

આધાર્ક કાર્ડની ડેટા સુરક્ષિત રાખવા માટે UIDAI દ્વારા કેટલાક સ્પેશિયલ ફિચર્સ પૂરા પાડવામાં આવે છે, પરંતુ આપણામાંથી ઘણા લોકોને એની જાણકારી હોતી નથી. આધાર કાર્ડની બાયોમેટ્રિક ડેટાને લોક કરવા માટે પણ આખ ખાસ ફિચર આધારકાર્ડની વેબસાઈટ પર ઉપલબ્ધ છે, જેને કારણે તમારો ડેટા ચોરાતો નથી કે પછી તેનો દુરુપયોગ કરી શકાતો નથી.
આ રીતે કરી લો સેટિંગ…

આધાર બાયોમેટ્રિક્સ લોક કરવા માટે સૌથી પહેલાં UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે. ત્યાર બાદ My Aadhaar ઓપ્શન પર ક્લિક કરો. હવે તમારી પાસે એક સાથે ઢગલો ઓપ્શન આવશે, જેમાંથી તમારે Virtual ID (VID) Generatorનો વિકલ્પ ક્લિક કરો. હવે તમારી સામે તમારું VID જનરેટ કરશે, બસ હવે આઈડી તમે લખીને રાખી મૂકો.
ત્યાર બાદ ફરી એક વખત My Aadhaarમાં જાવ. સામે આવેલા વિકલ્પોમાંથી Lock/Unlock Biometrics ઓપ્શન સિલેક્ટ કરો. ત્યાર બાદ તમારી સામે સ્ક્રીન પર કેટલીક ડિટેઈ્સ પૂછવામાં આવશે. જેમાં તમારો VID, પૂરું નામ, પિનકોડ અને કેપ્ચા જેવી ડિટેઈલ્સ ફીલ કરવી પડશે. હવે તમારા આધારકાર્ડ સાથે લિંક્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. આ ઓટીપી એન્ટર કર્યા બાદ તમારું આધાર કાર્ડ લોક થઈ જશે.

શું થશે આનો ફાયદો?
એક વખત તમારું આધારકાર્ડ લોક થઈ જાય તો પછી એનો શું ફાયદો થશે એની વાત કરીએ તો આધાર કાર્ડમાં સેવ તમારી બાયોમેટ્રિક્સ ડિટેઈલ્સ કોઈ ત્રીજી વ્યક્તિ નહીં વાપરી શકે. જો તમે કોઈની સાથે તમારી VID શેર કરશો તો પણ એ વ્યક્તિ તમારો આધાર નંબર જ વાપરી શકશે, એને તમારી બાયોમેટ્રિક્સનો એક્સેસ મળી શકશે નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button