નેશનલસ્પેશિયલ ફિચર્સ

વ્યોમિકા સિંહે પિતાને કહ્યું મમ્મીને ના કહેશો, એ નહીં માને…

હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ ઓપરેશન સિંદૂરની ચર્ચા થઈ રહી છે પણ એની સાથે વિંગ કમાંડર વ્યોમિકા સિંહ પણ સૌથી વધુ ચર્ચામાં આવેલું નામ છે. આજે તે ભારતીય સુરક્ષાનો મજબૂત સ્થંભ બની ચૂક્યો છે.

તેના સંઘર્ષ અને સમર્પણથી ગાથાઓ આજે દેશના દરેક નાગરિકના મોઢે સાંભળવા મળી રહી છે. વ્યોમિકાના માતા-પિતાએ આપેલા એક ઈન્ટરવ્યુમાં દીકરીના સંઘર્ષ વિશે વાત કરી હતી.

આપણ વાંચો: ‘ઓપરેશન સિંદૂર’નો બદલો લેવા પાકિસ્તાનના ‘નાપાક’ પ્રયાસ, સેનાએ મેલી મુરાદનો કર્યો પર્દાફાશ…

વ્યોમિકા સિંહના પિતા આરએસ નિમ અને તેની માતા કરુણા સિંહના જણાવ્યા અનુસાર તે પોતાની દીકરીના સંઘર્ષ અને સફળતા બંનેને લઈને ગર્વ મહેસુસ કરે છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે જ્યારે તેમની દીકરી દસમા ધોરણમાં હતી, ત્યારથી જ પાઈલટ બનવાનું તેમનું સપનું હતું. જોકે, શરૂઆતમાં તો તેણે માતા-પિતાને આ વિશે જણાવ્યું નહોતું.

વ્યોમિકાના માતા-પિતાએ જણાવ્યું હતું કે વ્યોમિકાએ ક્યારેય સામાન્ય બાળકો જેવું વર્તન નથી કર્યું. તે હંમેશા કોઈને કોઈ એક્ટિવિટીમાં ભાગ લેતી પછી તે સ્પોર્ટ્સ હોય, ડિબેટ હોય કે બીજી કોઈ પણ એક્ટિવિટી. તે હંમેશા દરેક મામલામાં અવ્વલ રહી છે, પછી એ સ્કુલ હોય કે બીજું કોઈ પણ ફિલ્ડ.

આપણ વાંચો: પાકિસ્તાન ઉઘાડું પડ્યું: પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રાલયના સચિવે પાકિસ્તાનને અરીસો બતાવ્યો…

વ્યોમિકાના પિતાએ જણાવ્યું હતું કે બાળપણથી જ તે બીજા બાળકો કરતાં એકદમ અલગ હતી. સ્કુલમાં હંમેશા તે ફર્સ્ટ આવતી હતી. વ્યોમિકાના બાળપણના એક કિસ્સાને યાદ કરતાં તેના પિતાએ જમાવ્યું હતું કે જ્યારે વ્યોમિકાએ એરફોર્સમાં જવાનું મન બનાવી લીધું હતું ત્યારે તેણે સૌથી પહેલાં આ વિશે મારી સાથે વાત કરી હતી. તેણે મને કહ્યું હતું કે ડેડી મમ્મીને પ્લીઝ ના કહેશો. તે નહીં માને.

જ્યારે વ્યોમિકાએ બધી ટેસ્ટ પાસ કરી લીધી અને એરફોર્સમાં તેની પસંદગી થઈ ગઈ ત્યારે તેણે સૌથી પહેલાં આ ગુડ ન્યુઝ તેની માતા સાથે શેર કરી હતી. જોકે, તેની માતાને પહેલાં તો વિશ્વાસ નહીં થયો, પણ ધીરે ધીરે તેને વિશ્વાસ થયો હોય.

વ્યોમિકા હંમેશા પોતાની આસપાસના લોકો માટે પ્રેરણા સમાન રહી હતી અને એમાં પણ ખાસ કરીને યુવતીઓ માટે અને તેણે સંદેશ આપ્યો કે છોકરીઓ કોઈથી ઓછી નથી ઉતરતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button