પ્રેમાનંદ મહારાજના દર્શન માટે ટોકન અપાવવાનું કહી યુવતી પર દુષ્કર્મ આચર્યું! અશ્લીલ વીડિયો પણ બનાવ્યાં | મુંબઈ સમાચાર
નેશનલ

પ્રેમાનંદ મહારાજના દર્શન માટે ટોકન અપાવવાનું કહી યુવતી પર દુષ્કર્મ આચર્યું! અશ્લીલ વીડિયો પણ બનાવ્યાં

મથુરાઃ ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક વ્યક્તિએ માનવતાને શર્મશાર કરી છે. પ્રમાનંદજી મહારાજને મળવા માટે કોઈ રૂપિયા આપવાની કે વચેટિયા રાખવાની જરૂર નથી. તેમ છતાં પ્રેમાનંદજી મહારાજના એકાંત દર્શન માટે ટોકન અપાવી આપવાનું કહીને એક યુવતી સાથે નરાધમીએ દુષ્કર્મ કર્યું હોવાનું પ્રકાશમાં આવી છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસને આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી દીધી છે.

આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી પીડિતાને ભરમાવી

આ સમગ્ર મામલે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ પ્રમાણે 21 ઓગસ્ટે તેના ઇન્સ્ટાગ્રામ પર એક અજાણ્યા વ્યક્તિનો મેસેજ આવ્યો હતો. આ સંદેશમાં એવું કહેવામાં આવ્યું હતું કે, તે વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજના એકાંત દર્શન માટે વિશેષ ટોકન અપાવી શકે છે. આરોપીએ મેસેજમાં પોતાનું નામ સુંદરમ રાજપૂત જણાવ્યું હતું. 21ઓગસ્ટ બાદ 12 સપ્ટેમ્બરે ફરી એકવાર વોટ્સએપ મેસેજ આવ્યો કે તમારૂ ટોકન મંજૂર થઈ ગયું છે અને દર્શન માટે સવારે 04:30 વાગે પ્રેમ મંદિર પહોંચવા માટે કહ્યું હતું.

આ પણ વાંચો: રામભદ્રાચાર્ય અને પ્રેમાનંદ વિવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રી આ શું બોલ્યાં? કહ્યું, બંને સંતોએ…

પીડિતાએ આરોપી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી

આ મેસેજ આવ્યાં બાદ યુવતી તેના ભાઈ સાથે કાર લઈને ત્યાં પહોંચી હતી. યુવતીએ આરોપ લગાવ્યો છે કે, આરોપીએ પહેલા તેને કોફી પીવડાવી હતી. જેમાં કોઈ નશાની દવા નાખેલી હતી. કોફી પીધા બાદ તે બેહોશ થઈ ગઈ હતી. જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તેણે પોતાને એક આપત્તિજનક સ્થિતિમાં જોઈ હતી. આરોપીએ આ દરમિયાન તના અશ્લીલ ફોટો અને વીડિયો બનાવ્યાં હોવાનો પણ યુવતીએ આરોપ લગાવ્યો છે.

આરોપીએ પીડિયાને વારંવાર શારીરિક સંબંધ માટે મજબૂર કરી

ફરિયાદ પ્રમાણે આ સમગ્ર ઘટના બાદ આરોપી યુવતીને બ્લેકમેલ કરીને વારંવાર શારીરિક સંબંધ માટે મજબૂર કરતો હતો. આ કેસમાં વૃંદાવન પોલીસે કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે. પીડિતાએ કરેલી ફરિયાદ પ્રમાણે આરોપી સુંદરમ રાજપૂત સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હવે આગળની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button