‘કેટલાક લોકોને રાષ્ટ્રહિતનું જ્ઞાન નથી’: રાહુલ ગાંધીનું નામ લીધા વિના ઉપરાષ્ટ્રપતિ ધનખડ ભડક્યાં

નવી દિલ્હી: બંધારણીય પદ પર બેસેલ વ્યક્તિ દેશના દુશ્મનોનો એક ભાગ બની જાય તેનાથી વધુ નિંદનીય અને અસહનીય વાત બીજી કોઇ નથી. તેમણે કોઇનું પણ નામ લીધા વિના અમેરિકામાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આપેલા નિવેદન બદલ તેમના પર નિશાન સાધ્યું હતું, એમ ઉપરાષ્ટ્રીય જગદીપ ધનખડે આજે જણાવ્યું હતું.
ધનખડનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક દિવસ અગાઉ જ ભાજપે રાહુલ ગાંધીની તેમની અમેરિકાના સાંસદ ઇલ્હાન ઉમર અને અન્ય લોકો સાથે મુલાકાતને લઇને પ્રહારો કર્યા હતા. ભાજપે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ નેતા વિદેશમાં એ લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે જે “ખતરનાક ” પ્રવૃત્તિઓમાં સામેલ છે, જે ભારત વિરોધી પોતાના વલણ માટે જાણીતા છે.
રાજ્યસભા ઇન્ટર્નશિપ કાર્યક્રમની ત્રીજી બેન્ચના સહભાગીઓને સંબોધિત કરતા ધનખડે કહ્યું હતું કે તેઓ એ વાતથી દુઃખી અને વ્યથિત છે કે પદ પર બેસેલા કેટલાક લોકોને રાષ્ટ્રીય હિતની કોઇ જાણકારી નથી. ઉપરાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં કોઈનું નામ લીધું નહોતું. તેમણે કહ્યું હતું કે, “જો આપણે સાચા ભારતીય છીએ તો આપણે ક્યારેય પણ દેશના દુશ્મનોનો સાથ આપીશું નહીં.” ભાજપે ભારત અને ચીનમાં અનામત અને ધાર્મિક લઘુમતીઓ પર રાંહુલ ગાંધીની ટિપ્પણીને લઈને પ્રહારો કર્યા હતા.
આ પણ વાંચો : “રાહુલ ગાંધી તમારા હાલ પણ તમારી દાદી જેવા થશે”, ભાજપના આ નેતાએ ખુલ્લેઆમ આપી ધમકી
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે “હું દુઃખી અને પરેશાન છું કે પદ પર બેઠેલા કેટલાક લોકોને ભારત વિશે કોઈ જાણકારી નથી. તેઓને આપણા બંધારણની કોઈ જાણકારી નથી, તેઓને આપણા રાષ્ટ્રીય હિતની કોઈ જાણકારી નથી. મને ખાતરી છે કે તમે જે જોઇ રહ્યા છો તેને જોઇને તમારું દિલ પણ દુખી થઇ રહ્યું હશે.
તેમણે કહ્યું હતું કે આઝાદી મેળવવામાં લોકોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. “માતાઓએ તેમના પુત્રો ગુમાવ્યા છે, પત્નીઓએ તેમના પતિ ગુમાવ્યા છે. આપણે આપણા રાષ્ટ્રવાદની મજાક ઉડાવી શકતા નથી. દેશની બહાર દરેક ભારતીયએ રાષ્ટ્રનો રાજદૂત બનવું જોઇએ. બંધારણીય હોદ્દો ધરાવનાર વ્યક્તિ તેનાથી ઉલટું કામ કરી રહ્યો છે તે કેટલું દુઃખદાયક છે. તમે રાષ્ટ્રના દુશ્મનોનો ભાગ બની જાવ તેના કરતાં વધુ નિંદનીય, ધિક્કારપાત્ર અને અસહ્ય બીજું કંઈ ન હોઈ શકે.”
નોંધનીય છે કે વોશિંગ્ટનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ ચીન મામલે નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરી અને પત્રકારોને કહ્યું કે ચીને લદ્દાખમાં 4,000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર પર કબજો કર્યો છે.