નેશનલ

ઝારખંડમાં 9 વાગ્યા સુધીમાં આટલું મતદાન, એક જવાનને ગોળી વાગી

રાંચી: ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કામાં 43 બેઠકો પર મતદાન (Jharkhand election voting) થઈ રહ્યું છે. અહેવાલ મુજબ સવારે 9 વાગ્યા સુધી 13.04% મતદાન નોંધાયું છે.

સુરક્ષાકર્મીને ગોળી વાગી:
ઝારખંડ વિધાનસભા ચૂંટણી દરમિયાન લાતેહાર(Latehar)માં ચૂંટણી ફરજ પર તૈનાત CRPF જવાનને ગોળી મારવામાં આવી છે. જવાનની ઓળખ સંતોષ યાદવ તરીકે થઈ છે. ગોળી વાગ્યા બાદ ઘાયલ જવાનને સારવાર માટે મેદિનીરાઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાંથી ડોક્ટરોએ વધુ સારવાર માટે રાંચી રીફર કર્યો હતો. ઘાયલ સૈનિકને રાંચીની મોટી હોસ્પિટલમાં એરલિફ્ટ કરવાની તૈયારી ચાલી રહી છે.

વડા પ્રધાને મતદાન માટે અપીલ કરી:
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના તમામ મતદારોને વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં પૂરા ઉત્સાહ સાથે ભાગ લેવાની અપીલ કરી હતી.

વડાપ્રધાને ‘X’ પર એક પોસ્ટમાં લખ્યું, “આજે ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન થઇ છે. હું તમામ મતદારોને લોકશાહીના આ તહેવારમાં પૂરા ઉત્સાહ સાથે મતદાન કરવા વિનંતી કરું છું. આ પ્રસંગે, હું મારા તમામ યુવા મિત્રોને અભિનંદન આપું છું જેઓ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે! યાદ રાખો – પહેલા મતદાન, પછી જલપાન!”

અમીત શાહે કરી આપીલ:

અમિત શાહે ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું,”હું ઝારખંડના પ્રથમ તબક્કામાં મતદાન કરવા જઈ રહેલા તમામ મતદારોને ભ્રષ્ટાચાર, ઘૂસણખોરી અને તુષ્ટિકરણથી મુક્ત વિકસિત ઝારખંડ બનાવવા માટે રેકોર્ડ વોટ આપવા અપીલ કરું છું.”

Also Read – ઉદ્ધવ ઠાકરે બાદ નીતિન ગડકરીના હેલિકોપ્ટરની પણ તપાસ કરી ચૂંટણી પંચે

તેમણે કહ્યું, “ઝારખંડમાં આદિવાસી ઓળખની સુરક્ષા, મહિલાઓની સુરક્ષા અને યુવાનો માટે રોજગાર માટે ઉત્સાહપૂર્વક મતદાન કરો. આજે પહેલા રોટી-બેટી-માટી માટે વોટ કરો, પછી જલપાન કરો.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button