ઈડીના સપાટામાં આવી મોબાઈલ કંપની, કરોડો રુપિયા ચીન મોકલવાનો આરોપ
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા ચીન સ્થિત સ્માર્ટફોન બ્રાન્ડ વિવો કંપની સામે મની લોન્ડરિંગના આરોપમાં ચાર્જશીટ દાખલ કરી છે. વિવો સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમપીએલ) કલમો હેઠળ આ આરોપી સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોવાનું ઈડીએ જણાવ્યું હતું. સ્માર્ટફોન અગ્રણી વિવો કંપની સામે વર્ષ 2014થી 2021 દરમિયાન શેલ (બનાવટી) કંપનીઓની મદદથી ભારત બહાર એક લાખ કરોડ રુપિયા મોકલવામાં આવ્યા હતા.
ઓક્ટોબર મહિનામાં લાવા ઈન્ટરનેશલન કંપનીના એમડી હરિ ઓમ રાય, ચીની નાગરિક ગુઆંગવેન ઉર્ફે એન્ડ્રયુ કુઆંગ અને ચાર્ટડ એકાઉન્ટન્ટ નિતિન ગર્ગ અને રાજન મલિકને આ કેસમાં ધરપકડ કરી હતી. 20022માં તપાસ કરનારી ઈડીએ ગયા વર્ષે જુલાઈ મહિના દરમિયાન વિવો ઈન્ડિયા અને તેના સંબંધિત વ્યક્તિના નિવાસસ્થાને રેડ કરી હતી, જેમાં ચીની નાગરિક સહિત અને અન્ય ભારતીય કંપનીઓ સંબંધમાં મની લોન્ડરિંગ એક્ટનો પર્દાફાશ કર્યો હતો.
વિવો મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ લાવા કંપનીના એમડી અને એક ચીનના નાગરિક સાથે એક સીએની પણ અટકાયત કરી હતી. ઇડી દ્વારા આ મામલે વિવો સાથે જોડાયેલા અનેક વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી હતી, જેમાં ચીનના અનેક નાગરિકો ભારતની કંપની સાથે મળીને મની લોન્ડરિંગ કરતાં હોવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો.
ઇડીએ અદાલત સામે આ કંપનીથી જોડાયેલા એનક વ્યક્તિઓ સામે દેશમાથી મોટી રકમ ચીન મોકલવાનો આરોપ લગાડ્યો હતો. ઇડીએ જણાવ્યું હતું કે તપાસમાં 2014માં જ્યારે વિવો ભારતની સ્માર્ટફોન માર્કેટમાં આવી ત્યાર બાદ તેણે 2019માં દેશના અનેક શહેરોમાં શેલ કંપનીઓનું નિર્માણ કર્યું હતું. વિવોએ આ કંપનીનો કાર્યભાર ચીનના નાગરિકો, ડિરેક્ટર અને શેર હોલ્ડર્સને સોપ્યું હતું.
ઇડી દ્વારા આ મામલે અટકાયત કરેલા આરોપી સાથે પૂછપરછ કરવા માટે રિમાન્ડ અરજી પણ દાખલ કરી છે. આ અરજીમાં વિવોએ દેશમાં પોતાનું નેટવર્ક વિસ્તારવા માટે ભારત સરકાર સાથે છેતરપિંડી કરી છે અને ભારતને નાણાકીય રીતે નુકસાન પહોચડવા આ ષડયંત્ર કર્યું હોવાનો આરોપ મૂક્યો હતો.