Viral Video: નીતિશ કુમારની આ વાત સાંભળીને પીએમ મોદી કેમ હસી પડ્યા?
પટના: બિહારના ઔરંગાબાદ જિલ્લામાં વડા પ્રધાન નેરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા કરોડો રૂપિયાની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર અને પીએમ મોદીએ એક જનસભાનું સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન એક એવી ઘટના બની હતી જેને જોઈને પીએમ મોદીએ પણ હસતાં હસતાં તાળી પાડી હતી.
થોડા સમય પહેલા નીતિશ કુમાર ભાજપમાંથી ઈન્ડિયા ગઠબંધન જોડાયા હતા અને તે બાદ ઈન્ડિયા ગઠબંધનનો સાથ છોડીને ફરી ભાજપ સાથે જોડાયા હતા. આ વાતને લઈને સીએમ નીતિશ કુમારે પીએમ મોદી સામે જોઈને કહ્યું કે “હું હવે ફરી ક્યાંય નહીં જાઉં. ગયા વખતે જ્યારે તમે બિહાર આવ્યા હતા ત્યારે હું ગાયબ થઈ ગયો હતો, પણ હવે હું તમારી સાથે જ રહેવાનો છું અને તમારી સાથે જ રહીને લડીશ અને કામ કરીશ.
નીતિશ કુમારની આ વાતને લઈને પીએમ નરેન્દ્ર મોદી પણ હસવાનું રોકી શક્યા નહોતા અને તેઓ નીતિશ કુમાર સામે જોઈને હસી રહ્યા હતા. નીતિશ કુમારના ભાષણ પર નરેન્દ્ર મોદીના રીએક્શનનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. પીએમ મોદીના આ વીડિયોને જોઈને એક યુઝરે લખ્યું હતું કે રાજકારણમાં ક્યારે શું થશે એ કહી ન શકાય.