નેશનલ

Video: મનાલીમાં 12 વર્ષની બાળકી ઝિપલાઇન પરથી નીચે પટકાઈ, રૂંવાડા ઊભા કરતો વીડિયો!

નાગપુર: હિમાચલ પ્રદેશના લોકપ્રિય પ્રવાસન સ્થળ મનાલીમાં આઘાતજનક ઘટના બની હતી. ઝિપલાઇન રાઇડ દરમિયાન એક 12 વર્ષની છોકરી અધવચ્ચેથી નદીમાં પડી (Girl fall from Zip line) ગઈ હતી. અહેવાલ મુજબ છોકરી મહારાષ્ટ્રના નાગપુર રહેવાસી છે, જે પરિવાર સાથે મનાલી ફરવા ગઈ હતી. ઉચાઇએથી પડતા છોકરીને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, છોકરીનું નામ ત્રિશા બિજવે છે, તે તેના પરિવાર સાથે મનાલીમાં વેકેશન માણી રહી હતી. ઝિપલાઇન રાઈડ કરતી વખતે તેણે પહેરેલા હાર્નેસ સાથે જોડાયેલો બેલ્ટ તૂટી જતાં તે પડી ગઈ હતી

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળે છે કે ઝિપલાઇન રાઈડ દરમિયાન હાર્નેસ સાથે જોડાયેલો બેલ્ટ તૂટી જતાં છોકરી નીચે પથ્થરો પર પડે છે.

આ વિડીયો વાયરલ થતા એડવેન્ચર સ્પોટ્સ સાઈટ્સ પર સેફ્ટી અંગે સવાલો ઉભા થયા છે. યોગ્ય ચકાસણી વગર સાઈટ્સ શરુ કરી દેવામાં આવે છે. આવા ઓપરેટર્સ સામે પગલા ભરવા માંગ ઉઠી રહી છે.

બાળકી હજુ પણ હોસ્પિટલમાં:

આ ઘટના ગત અઠવાડિયે બની હતી, અકસ્માત બાદ ત્રિશા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અહેવાલ મુજબ જણાવ્યું કે ત્રિશાના શરીરમાં ઘણા ફ્રેક્ચર થયા છે અને તેનું ઓપરેશન કરવામાં આવ્યું છે. પરિવારના જણાવ્યા મુજબ હાલ તેની હાલત સ્થિર છે.

પરિવારના જણાવ્યા મુજબ, ઘટનાસ્થળે કોઈ સલામતીના પૂરતી વ્યવસ્થા ન હતી અને અકસ્માત પછી તેમને તાત્કાલિક સહાય મળી ન હતી. શરૂઆતમાં, ત્રિશાને મનાલીમાં પ્રાથમિક તબીબી સારવાર આપવામાં આવી હતી અને બાદમાં તેને ચંદીગઢની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલમાં તે નાગપુરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ પણ વાંચો -‏‏‎ ઈન્દ્રાયણી નદી પરનો પુલ કેવી રીતે તૂટ્યો, જાણો સ્થાનિકોએ શું કહ્યું…?

પરિવાર ઝિપલાઇન ઓપરેટર સામે પગલા ભરવાની માંગ કરી રહ્યું છે. એડવેન્ચર ટુરિઝમ સાઈટ્સ પર વધુ સેફટી માટે સરકારને અપીલ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button