Viral Video: જાનૈયાઓ ડાન્સ ફ્લોર પર કરી રહ્યા હતા ડાન્સ અને અચાનક થયું કંઈક એવું કે…
સોશિયલ મીડિયાના આજના સમયમાં દરરોજ અનેક વીડિયો વાઈરલ થતાં હોય છે અને એમાંથી કેટલાક વીડિયો એવા હોય છે કે જેમાંથી આપણને કંઈક નવું શીખવા, સમજવા અને જાણવા મળે છે. પરંતુ કેટલાક વીડિયો જોઈને તો તમે તમારું હસવાનું રોકી શકતા નથી. આજે અમે અહીં તમારા માટે એક એવા જ વાઈરલ વીડિયોની વાત લઈને આવ્યા છીએ. આવો જોઈએ શું છે આ વાઈરલ વીડિયોમાં…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો એક લગ્નનો છે. અત્યાર સુધી તમે સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા અનેક વીડિયો જોયા હશે જેમાં તમને જાનૈયા વચ્ચેના ઝઘડા, મારામારી, વર વધુ વચ્ચેની ખટપટ જોવા મળી હશે. પણ આ વીડિયો એ બધા કરતાં અલગ છે. આ વિડીયોમાં જાનૈયા પોતાની મસ્તીમાં ડાન્સ કરતાં જોવા મળ્યા હતા અને એ દરમિયાન કંઈક એવું બને છે કે જેની કોઈએ જ કલ્પના પણ નહીં કરી હોય. ચાલો જોઈએ આખરે એવું તે શું બન્યું જોઈએ…
એમાં બને એવું છે કે વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જાનૈયાઓ ડાન્સ ફ્લોર પર ડાન્સ કરતા હતા પરંતુ લોકોના વધી ગયેલા વજનને કારણે જમીન ધસી પડે છે. જમીન નીચે ધસી જવાને કારણે જાનૈયાઓ પણ નીચે પડી જાય છે.
જોકે સદભાગ્યે આ દુર્ઘટનાને કારણે કોઈને પણ ઈજા નહોતી પહોંચી. અચાનક આ રીતે જમીન ધસી ગયા બાદ પણ, કેમેરામેન જે રીતે ફૂટેજ લેવાનો પ્રયાસ કરે છે તે અલગ-અલગ એંગલ અને રીત જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પોતાનું હસવાનું રોકી શક્યા નહોતા. આ વીડિયો ક્યાંનો છે એ વિશે તો જાણી શકાયું નહોતું પણ મળી રહેલી માહિતી પ્રમાણે આ વીડિયો જૂનો છે અને તે ફરી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
આ વીડિયો પર કોમેન્ટ અને લાઈક્સનો વરસાદ થઈ રહ્યો છે. એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું હતું કે, કેમેરામેન પોતાના કામને એકદમ વફાદાર છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે, કેમેરામેનનું કામ ખૂબ જ અઘરું છે. બિચારા વ્યક્તિએ પોતાના જીવની પણ પરવા કર્યા વિના પોતાનું કામ કરી રહ્યો છે. આ જ પ્રકારની વિવિધ કમેન્ટ્સ યુઝર્સ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજારો લોકોએ જોયો છે. મજેદાર વાત તો એ છે કે વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘દિલ પે ઝખ્મ ખાતે હૈં’ ગીત વાગી રહ્યું છે અને એ સમયે જ આ દુર્ઘટના બને છે..