નેશનલ

રામકૃષ્ણ આશ્રમમાં પ્રદર્શન બન્યું હિંસક; પથ્થરમારામાં 5 લોકો ઘાયલ

શિમલા: હિમાચલ પ્રદેશનાં પાટનગર શિમલામાં રામકૃષ્ણ મિશનના આશ્રમમાં સંપત્તિને હંગામો મચી ગયો છે. આશ્રમ અને મંદિરની મિલકતના વિવાદને લઈને બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. આ દરમિયાન પથ્થરમારો પણ થયો હતો, જેમાં ત્રણ કોન્સ્ટેબલ ઘાયલ થયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. પોલીસે આ ઘટના અંગે બે અલગ-અલગ FIR નોંધી છે.

આ પણ વાંચો: બંગાળમાં ભાજપના સાંસદે આશ્રમમાં ઘૂસીને સાધુને માર માર્યો! વિસ્તારમાં તણાવ

ઘટના અંગે પોલીસનું નિવેદન

ઘટના અંગે માહિતી આપતાં એસપી સંજીવ કુમાર ગાંધીએ જણાવ્યું કે રામકૃષ્ણ આશ્રમમાં થયેલી હિંસામાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમણે જણાવ્યું હતું કે આશ્રમના કેટલાક લોકો એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, જે દરમિયાન એબીવીપી અને ભાજપના કાર્યકરોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. એસપીએ કહ્યું કે કાર્યકર્તાઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

રામકૃષ્ણ આશ્રમે આપ્યું નિવેદન

સ્વામી રામકૃષ્ણ આશ્રમના સચિવ તનમહિમામાનંદે કહ્યું, ‘અમને મંદિર ધાર્મિક કાર્ય કરવા માટે આપવામાં આવ્યું હતું. અમે 10 દિવસ પહેલા એસપીને પણ કહ્યું હતું કે અહીં આવી કોઈ ઘટના બની શકે છે. અમે કોર્ટમાં પણ ગયા પણ સમય ન મળ્યો. સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે ત્યારે હંગામો મચાવનારા લોકોએ ભક્તો તરીકે આવીને હંગામો મચાવ્યો હતો. અમે ઈચ્છીએ છીએ કે કોર્ટ અમારો નિર્ણય લે.

શું છે વિવાદ?

પ્રાપ્ત વિગતો અનુસાર રામકૃષ્ણ મિશન અને બ્રહ્મોસમાજ વચ્ચે મંદિર અને આશ્રમની સંપત્તિને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં વિચારણા હેઠળ છે. હાલ આશ્રમનું સંચાલન રામકૃષ્ણ મિશન સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ગત રાત્રે અચાનક બ્રહ્મોસમાજના લોકો આશ્રમ પરિસરમાં પહોંચી ગયા હતા અને લાંબા સમય સુધી પૂજા-અર્ચના કરવા લાગ્યા હતા. જેના પર આશ્રમના સતાધિશોએ મંદિર બંધ કરવા માટે ભક્તોને મંદિર ખાલી કરવા કહ્યું, જેના પર વિવાદ વધી ગયો. બ્રહ્મોસમાજના લોકોએ મંદિરની બહાર જવાની ના પાડી. આ બાબતે બંને પક્ષો સામસામે આવી ગયા હતા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બંને પક્ષોને શાંતિ જાળવવા સમજાવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button