
ઇમ્ફાલ : મણિપુરમાં(Manipur)હજુ પણ હિંસા સતત વધી રહી છે. જેમાં હમાર અને ઝોમી સમુદાયો વચ્ચે તાજેતરની અથડામણ બાદ ચુરાચંદપુર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. 18 માર્ચની સાંજે જોમી જૂથે તેમના સમુદાયનો ધ્વજ ફરકાવ્યો ત્યારે હિંસા ફાટી નીકળી હતી. જેનો હમાર સમુદાયે વિરોધ કર્યો હતો. આ તંગ પરિસ્થિતિમાં સીલમત ગિલગલવાંગના રહેવાસી 53 વર્ષીય લાલરોપુઈ પખુમાતનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો : નાગપુરમાં પોલીસ પર થયેલા હુમલા વિશે ભાજપના નિતેશ રાણેએ શું કહ્યું, જાણો?
પરિસ્થિતિમાં હજુ પણ કોઈ સુધારો થયો નથી
જેમાં 16 માર્ચની રાત્રે જેનહાંગમાં હમાર નેતા પર થયેલા હુમલા બાદ તણાવ વધી ગયો છે. જેના કારણે જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. મંગળવારે હમાર ઇમ્પુઇ મણિપુર અને ઝોમી કાઉન્સિલ વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા હોવા છતાં પરિસ્થિતિમાં હજુ પણ કોઈ સુધારો થયો નથી.
ઝોમી સ્ટુડન્ટ્સ ફેડરેશને હડતાળની જાહેરાત કરી
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા કર્ફ્યુની સાથે ઝોમી સ્ટુડન્ટ્સ ફેડરેશને અનિશ્ચિત મુદતની હડતાળની જાહેરાત કરી છે. ડેપ્યુટી કમિશનર ધારુણ કુમાર એસ એ શાંતિ અને કાયદો અને વ્યવસ્થા જાળવવા જાહેર અપીલ કરી છે. જ્યારે સુરક્ષા દળોએ ચુરાચંદપુરની આસપાસ ફ્લેગ માર્ચ કરી અને પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
હમાર સમુદાયના નેતા પર હુમલો થયો હતો.
આ તંગ પરિસ્થિતિ પાછળનું મુખ્ય કારણ 17 માર્ચે હમાર સમુદાયના નેતા રિચાર્ડ હમાર પર થયેલો હુમલો હતો. હમાર ઇમ્પુઇ મણિપુર અને ઝોમી કાઉન્સિલે આદિવાસી પરંપરાગત કાયદાઓ દ્વારા વિવાદનો ઉકેલ લાવવાનો નિર્ણય લીધો હતો. ચુરાચંદપુર અને ફરજાવલ જિલ્લાના છ ધારાસભ્યોએ પણ જિલ્લા મુખ્યાલયમાં શાંતિ જાળવવાની અપીલ કરી છે.
આ પણ વાંચો : નાગપુર હિંસા પૂર્વયોજિત લાગે છે, ‘છાવા’ ફિલ્મે લોકોની ભાવનાઓને ફરી ભડકાવી: ફડણવીસ…
મણિપુરના ધારાસભ્યો પાઓલીનલાલ હાઓકિપ, એન સનાટે, એલએમ ખૌટે, વુંગજાગિન વોલ્ટે, ચિનલુન્થાંગ અને લેત્જામંગ હાઓકિપે રાજ્ય સરકારને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે જરૂરી પગલાં લેવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે તાજેતરની ઘટનાઓ આપણા સમાજમાં શાંતિ અને સુમેળ માટે ખતરો છે જેને સંભાળવાની જરૂર છે.