નેશનલ

‘હિંસા નહીં જ સાંખી લેવાય’: બિહારના મતદારોને ચૂંટણી કમિશનરની શાંતિપૂર્ણ મતદાનની ખાતરી!

પટણા: બિહારની ચૂંટણીના સમયે જ હિંસાના બનાવો પર મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ચૂંટણી પંચની હિંસા પ્રત્યેની શૂન્ય સહિષ્ણુતાની નીતિનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે બિહારના મતદારોને ખાતરી આપી કે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, રિટર્નિંગ અધિકારીઓ, જિલ્લા પરિષદના અધિકારીઓ મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજવા માટે તૈયાર છે, જે સમગ્ર વિશ્વ માટે એક ધોરણ સ્થાપિત કરશે.

રવિવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું, ‘હું સૌને અપીલ કરવા માંગુ છું કે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. ચૂંટણી પંચ એ સ્પષ્ટ કરવા માંગે છે કે હિંસા પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા (zero tolerance) છે. હિંસાની કોઈ પણ ઘટના સહન કરવામાં આવશે નહીં. ચૂંટણી પંચ એ સુનિશ્ચિત કરવા માટે તૈયાર છે કે મતદારો શાંતિથી મતદાન કરી શકે. અમારા 243 રિટર્નિંગ ઓફિસર, એટલા જ નિરીક્ષકો, દરેક જિલ્લાના કલેક્ટર, જિલ્લા અધિકારી, એસપી, એસએસપી, પોલીસ નિરીક્ષકો… બધા તૈયાર છે.’

મુખ્ય ચૂંટણી કમિશનરની આ ટિપ્પણી મોકામા વિધાનસભા ક્ષેત્રમાં ૩૦ ઑક્ટોબરે દુલારચંદ યાદવની હત્યાના પગલે આવી છે, જ્યારે તેઓ જન સુરાજ પાર્ટીના ઉમેદવાર પીયૂષ પ્રિયદર્શીની રેલીમાં હાજર હતા. હત્યા બાદ, મોકામાના જનતા દળ યુનાઇટેડના ઉમેદવાર અનંત કુમાર સિંહની ધરપકડ કરવામાં આવી છે.

જ્ઞાનેશ કુમાર આજે કાનપુર સ્થિત ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન (IIT) ની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે કહ્યું, ‘આજે હું આઈઆઈટી કાનપુરના પૂર્વ વિદ્યાર્થી તરીકે આવ્યો છું, કારણ કે તેમણે મને સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. મેં મારા જીવનના સૌથી ઊર્જાવાન ૪ વર્ષ કાનપુર શહેરમાં વિતાવ્યા છે અને હું ખરેખર તેનાથી જોડાયેલો છું. મારું આ સૌભાગ્ય છે કે મને અહીં આવવા અને આઈઆઈટી કાનપુર જવાની તક મળી.’

આપણ વાંચો:  ચૂંટણી પહેલાં ખળભળાટ: દુલારચંદ હત્યાકાંડમાં બિહારના બાહુબલી નેતાની ધરપકડ!

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button