નૂંહ : હરિયાણાના નૂંહ જિલ્લામાં ફરી એકવાર હિંસા ભડકી છે. અહીં બે પક્ષો વચ્ચે પથ્થરમારો અને મારામારીની ઘટનાના અહેવાલો છે. આ દરમિયાન દાઝી જવાથી એક મહિલાનું મોત થયું હોવાના પણ અહેવાલો છે. પરિસ્થિતિને જોતા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : સંભલમાં 42 વર્ષ બાદ ખુલ્યું હનુમાન-શિવ મંદિર, તપાસમાં પોલીસ પણ ચોંકી ઉઠી!
બે જૂથો વચ્ચે પથ્થરમારો
પ્રાપ્ત વિગતો અનુસાર આ સમગ્ર ઘટના હરિયાણાના નૂંહ જિલ્લાના પુન્હાના પોલીસ સ્ટેશન વિસ્તારના લહરવાડી ગામમાં બની હતી. અહી જૂનો વિવાદે જોર પકડ્યું છે. શુક્રવારે સાંજે લહરવાડી ગામમાં બે જૂથો સામસામે આવી ગયા હતા અને બંને વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. આ ઘર્ષણના બનાવમાં આગથી એક મહિલાનું મોત થયું હોવાના અહેવાલો છે. તંગદિલીભર્યા માહોલને જોતા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મૃતકના પરીવારે કર્યો હત્યાનો આરોપ
દુર્ઘટનામાં મૃત યુવકીના પરિવારજનોએ આરોપી જુથ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. તો સામેના જૂથે યુવતીએ આત્મહત્યા કરી હોવાનું કહી રહ્યા છે. પુન્હાના પોલીસે આ મામલે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. હાલ પોલીસે આ અંગે પુરાવા એકત્ર કરીને કેસની તપાસ શરૂ કરી છે. આ ઝઘડો અને આગચંપીની ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી
મીડિયાના અહેવાલો અનુસાર મૃતક મહિલાના ભાઈએ આ અંગે જણાવ્યું હતું કે, પથ્થરમારા દરમિયાન આરોપીઓએ તેની બહેન પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી આથી તેની બહેન સંપૂર્ણપણે દાઝી ગઈ હતી. દાઝી જવાથી તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતક મહિલા વિકલાંગ હતી. તેણીના છૂટાછેડા થયા બાદ તે લાંબા સમયથી તેના પિતાના ઘરે રહેતી હતી.
આ પણ વાંચો : Lal Krishna Advaniની તબિયત બગડી, દિલ્હીમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ
જૂના કેસને લઈને વિવાદ
આ અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે એક જૂના કેસ રિઝવાન હત્યા કેસના આરોપી શુક્રવારે પોલીસની હાજરીમાં લહરવાડી ગામમાં તેમના ઘરે આવ્યા ત્યારે પીડિતાના પરિવારે વિરોધ કર્યો. જૂના કેસમાં સંડોવાયેલા આરોપીઓને પોલીસે પકડી ન લેવાના મુદ્દે અને ફરાર આરોપીઓને ગામમાં પતાવી દેવાના મુદ્દે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી અને તે પથ્થરમારામાં ફેરવાઈ ગયો હતો. આ સંઘર્ષમાં એક મહિલાનું આગને કારણે મોત થયું હતું.