નેશનલ

મણિપુરમાં ફરી તંગદિલી: મેઇતેઇ નેતાની ધરપકડ બાદ ઇમ્ફાલમાં હિંસક પ્રદર્શન, 11 ઘાયલ

ઇમ્ફાલ: ભારતનું ઉત્તરપુર્વીય રાજ્ય મણિપુર છેલા બે વર્ષથી વંશીય હિસામાં સળગી (Manipur Violence) રહ્યું છે, છેલ્લા કેટલાક સમયથી સ્થિતિ આંશિક રીતે કાબુમાં જણાઈ રહી હતી, હવે રાજ્યમાં તણાવ ફરી વધી રહ્યો છે. આજે રવિવારે ગુવાહાટીની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ટી કરપ્શન બ્યુરો(ACB) દ્વારા મેઇતેઇ જૂથના સભ્ય અરંબાઈ ટેંગગોલની ધરપકડ કરવામાં આવતા કેટલાક મેઇતેઇ સંગઠનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

અરંબાઈ ટેંગગોલે શનિવારે ધરપકડ કરાયેલા કાર્યકરોની બિનશરતી મુક્તિની માંગણી સાથે 10 દિવસના રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું હતું. એક નિવેદનમાં, CBI એ જણાવ્યું હતું કે, 2023 માં મણિપુર હિંસા સંબંધિત વિવિધ ગુનાહિત કેસોમાં સંડોવણી બદલ ટેંગગોલની ઇમ્ફાલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. તેના પરિવારને ધરપકડ વિશે જાણ કરવામાં આવી છે.

પ્રતિબંધક આદેશોનું ઉલંઘન:
સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે ઇમ્ફાલ ખીણના પાંચ જિલ્લાઓમાં પ્રતિબંધક આદેશો લાદ્યા છે અને ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના ઉરીપોક અને કોઈરેંગાઈ અને ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના ખુરાઈમાં રસ્તાઓ પર સળગતા ટાયર ફેંકીને પ્રદર્શનકારીઓએ આદેશોનું ઉલ્લંઘન કર્યું હતું. સુરક્ષા દળોની ગતિવિધિને રોકવા માટે કોઈરેંગાઈમાં દર્શનકારીઓએ રસ્તો ખોદી નાખ્યો હતો. આસામના પડોશી જીરીબામ જિલ્લામાં પણ આવા જ વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે.

રાજધાની ઇમ્ફાલમાં હિંસા:
ઇમ્ફાલ શહેરમાં હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે. સેંકડો પ્રદર્શનકારીઓ સળગતા ટાયર, લાકડાના ટુકડા અને અન્ય કાટમાળ રસ્તા પર ફેંકીને મુખ્ય રસ્તાઓ બ્લોક કરી રહ્યા છે. સુરક્ષા દળોએ ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના શેલ, મોક બોમ્બનો ઉપયોગ કરી રહ્યા છે, આ દરમિયાન ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો -‏‏‎ મેઘાલયમાં ઈન્દોરના દંપતી દુર્ઘટના કેસમાં નવો વળાંક, ત્રણ અજાણ્યા શખ્સોની એન્ટ્રીથી સસ્પેન્સ વધ્યું

રાજ્યપાલે બેઠક બોલાવી:
નોંધનીય છે કે હાલ મણિપુરમાં રાષ્ટ્રપતિ સાશન લાગુ છે. મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ રવિવારે વરિષ્ઠ અધિકારીઓ સાથે સુરક્ષા સમીક્ષા બેઠક યોજી હતી. રાજ્યપાલ વિધાનસભ્યોના એક પ્રતિનિધિમંડળને પણ મળ્યા હતા.

શનિવાર સાંજથી રવિવારે સાંજે 5.30 વાગ્યા સુધી થયેલી હિંસામાં 11 લોકો ઘાયલ થયા છે અને પરિસ્થિતિ વધુ વણસી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button