ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની ધરપકડ; લદાખમાં હિંસા ભડકાવવાનો આરોપ

લેહ: બુધવારે લદાખમાં થયેલી હિંસા બાદ જાણીતા ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અહેવાલ મુજબ પોલીસે સોનમ વાંગચુકની ધરપકડ કરી છે. તેમના પર ઉશ્કેરણીજનક નિવેદનો આપીને ટોળાને ઉશ્કેરવાના આરોપો છે.
ગઈ કાલે સોનમ વાંગચુકે એક નિવેદનમાં કહ્યું હતું, લદાખને રાજ્યના દરાજ્જા આપવાની માંગ કરવા બદલ જો તેમની ધરપકડ કરવામાં આવશે તો તેમને ખુશી થશે.
સોનમ વાંગચુકે કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના વહીવટીતંત્ર દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા હતાં. હિંસા ભડક્યા બાદ સોનમ વાંગચુકે ઉપવાસ તોડીને લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી.
નોંધનીય છે કે સોનમ વાંગચુક જાણીતા ક્લાઈમેટ એક્ટીવીસ્ટ છે, તેમને વર્ષ 2018 માં પ્રતિષ્ઠિત રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે, આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા પર તમને ઘણા એવોર્ડ્સ આપવામાં આવ્યા છે. પરંતુ જ્યારથી તેમણે તેમના પ્રદેશની સમસ્યા સરકાર સામે રજુ કરવાની શરુ કરી ત્યારથી તેમની સામે કાર્યવાહી શરુ કરવામાં આવી છે.
બુધવારે થયેલી હિંસામાં લેહમાં ભાજપ કાર્યાલયને આગ લગાડી દેવામાં આવી હતી, પોલીસ કાર્યવાહીમાં ચાર લોકોના મોત થયા હતા અને કેટલાક સુરક્ષા કર્મચારીઓ સહિત 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
ગઈ કાલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન(CBI)એ સોનમની સંસ્થાઓ સામે કાર્યવાહી શરુ કરી છે. ગૃહ મંત્રાલયે સોનમ વાંગચુકની સંસ્થા સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL) નું ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ લાઇસન્સ પણ રદ કર્યું છે. એવો આરોપ છે SECMOLએ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.
આપણ વાંચો: The Ba***ds of Bollywood સમીર વાનખેડેની અરજી દિલ્હી હાઈકોર્ટે આ કારણે ફગાવી