નેશનલ

મણિપુરમાં ફરી હિંસા ભડકી, કમાન્ડોની ગોળી મારીને હત્યા

મણિપુરમાં છેલ્લા ઘણા મહિનાઓથી વિવાદ ચાલી રહ્યો છે જેના કારણે છાશવારે નાના મોટા છમકલાં પણ થતાં રહે છે. ત્યારે જાતિના કારણે ચાલી રહેલા આ વિવાદ હવે રાજ્ય પોલીસ પર સીધા હુમલા સુધી પહોંચી ગયો છે. 31 ઓક્ટોબર 2023ના રોજ આતંકવાદીઓએ એક પોલીસ ઇન્સ્પેક્ટરની ગોળી મારીને હત્યા કરી દીધી.

ઘણા સમયથી ચાલી રહેલી હિંસાઓના કારણે મણિપુરના સંવેદનશીલ વિસ્તારમાં કમાન્ડોની ટુકડીઓ તહેનાત કરવામાં આવી હતી જે ત્યાંના સ્થાનિકોની મદદ અને રક્ષા કરતી હતી. ત્યારે ગઈ કાલે સાંજે અચાનક જ થયેલા હુમલામાં એક કમાન્ડોને ગોળી વાગવાથી મૃત્યુ થયું જ્યારે અન્ય કમાન્ડો ઘાયલ થયા હતા.

કમાન્ડો પર હુમલા બાદ તરત જ આસામ રાઈફલ્સ પાસેથી મદદ લેવામાં આવી હતી, આવી સ્થિતિમાં આસામ રાઈફલ્સ ત્યાં પહોંચીને સુરક્ષા કોર્ડન બનાવીને ઘાયલ કમાન્ડોને બચાવ્યા અને હોસ્પિટલ લઈ ગયા. કુકી જૂથના લોકોએ પોલીસ કમાન્ડો પર આ હુમલાની જવાબદારી લીધી છે. તેમણે કહ્યું હતું કે રાજ્ય પોલીસના પક્ષપાતી વલણને કારણે અમે આ હુમલો કર્યો છે.
આજે સત્તાવાર રીતે એવી જાહેરાત કરવામાં આવી હતી કે કમાન્ડોની હત્યાને ધ્યાનમાં રાખીને, કેબિનેટે ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) 1967 એક્ટની કલમ 3 હેઠળ ‘વર્લ્ડ કુકી-ઝો ઈન્ટેલેક્ચ્યુઅલ કાઉન્સિલ’ સંસ્થાને જાહેર કરવાની મંજૂરી આપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button