નેશનલ

Loco Pilots દ્વારા ટ્રેનની Speed Restrictions નિયમોનો ભંગઃ રેલવેએ ઉકેલ માટે કમિટી બનાવી

નવી દિલ્હીઃ રેલવે બોર્ડે (Indian Railway Board) પ્રારંભિક અને ગંતવ્ય સ્ટેશનો વચ્ચેના વિવિધ પોઇન્ટ પર ટ્રેન ડ્રાઇવરો (Loco Pilots) દ્વારા ઝડપના નિયંત્રણોના ઉલ્લંઘનના કારણો શોધવા માટે એક સમિતિની રચના કરી છે કે જે સુરક્ષિત ટ્રેન સંચાલન માટે જોખમી છે.

બોર્ડે તાજેતરની ઘટનાઓ પછી એક્શનમાં આવ્યું હતું, જેમાં બે ટ્રેન ડ્રાઇવરએ નદીના પુલ પર ૨૦ કિમી પ્રતિ કલાકના સ્પીડ પ્રતિબંધ (Speed Restrictions)નું ઉલ્લંઘન કર્યું હતું, જે જાળવણી હેઠળ હતું અને તેમની ટ્રેનોને ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવી હતી.

પ્રથમ ઘટનામાં દિલ્હીમાં હઝરત નિઝામુદ્દીન અને ઉત્તર પ્રદેશના વિરાંગના લક્ષ્મીબાઇ ઝાંસી જંક્શન વચ્ચે ૧૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી ભારતની પહેલા સેમી-હાઇ-સ્પીડ ટ્રેન ગતિમાન એક્સપ્રેસના લોકો પાઇલટ અને સહાયક લોકો પાઇલટે આગ્રા કેન્ટ નજીક જાજૌ અને મનિયા રેલ્વે સ્ટેશન વચ્ચે સલાહકાર ગતિ પ્રતિબંધનું ઉલ્લંઘન કર્યું હતું.

ગતિમાનની ઘટનાના થોડા દિવસ પછી કટરા(જમ્મુ) અને ઇન્દોર(મધ્યપ્રદેશ) વચ્ચે દોડતી બીજી ટ્રેન માલવા એક્સપ્રેસના ડ્રાઇવરોએ પણ તે જ સ્થળે સમાન ઉલ્લંઘન કર્યું હતું અને ટ્રેનને ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે હંકારી હતી.

આ પણ વાંચો : EVMના હેકિંગ થવાના આરોપ પર ચૂંટણી પંચની પ્રતિક્રિયા “ડિવાઇસને કોઈ હેક ન કરી શકે”

આ ઘટનાઓ પછી તરત જ રેલવે બોર્ડે ૩ જૂનના રોજ તમામ ઝોનને એક પરિપત્ર જારી કર્યો હતો અને જાણ કરી હતી કે રેલવે બોર્ડે લોકો પાઇલોટ્સ અને ટ્રેન મેનેજર(ગાર્ડ)ને જારી કરવામાં આવતા સાવચેતીના આદેશોની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરી છે. ૫ જૂનના યોજાયેલી વર્ચ્યુઅલ મીટિંગનો ભાગ રહેલા એક લોકો પાઇલોટે જણાવ્યું હતું કે ૧૮૦થી વધુ લોકો પાઇલોટ્સ અને લોકો નિરીક્ષકોએ બેઠકમાં ભાગ લીધો હતો.

બેઠકમાં ભાગ લેનાર અન્ય એક લોકો પાઇલટે જણાવ્યું હતું કે મીટિંગમાં વિવિધ સૂચનો આવ્યા હતા. દાખલા તરીકે ડ્રાઇવરોના એક વિભાગે સૂચવ્યું કે ટ્રેન ગાર્ડે સ્પીડ પ્રતિબંધના પ્રારંભિક બિંદુના ૩ કિમી પહેલાં વોકી-ટોકી પર ડ્રાઇવરને યાદ કરાવવું જોઇએ.

આ પ્રથા કોટા ડિવિઝનના ગાર્ડ દ્વારા અનુસરવામાં આવી રહી છે અને તેને સમગ્ર રેલવેમાં લાગુ કરવા વિનંતી કરવામાં આવી હતી. રેલવે બોર્ડના એક સૂત્રએ જણાવ્યું હતું કે કમિટી આ સૂચનોની તપાસ કરશે અને સલામત ટ્રેનના સંચાલનના હિતમાં ગતિ પ્રતિબંધોને લગતા ઓપરેશનના ધોરણોમાં સુધારો કરવાની જરૂર છે કે કેમ તે નક્કી કરવા માટે અન્ય માધ્યમો પર વિચાર-વિમર્શ કરશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Airport પર આ રીતે Deepika Padukoneને સંભાળતો જોવા મળ્યો Ranveer Singh.. સોનાક્ષીની નણંદ પણ છાપે છે પૈસા 53 વર્ષ પહેલાં આવેલી Rajesh Khannaની ફિલ્મના એ સુપરહિટ ડાયલોગ… T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી