ટનલ બનાવવામાં નિયમોનું ઉલ્લંઘન? જાણો હકીકત…
ઉત્તરકાશી: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન સિલ્ક્યારા ટનલ અકસ્માતની તપાસ દરમિયાન ઘણી એવી બાબતો જાણવા મળી હતી કે જે પ્રમાણે ટનલ બનાવતી વખતે ઘણી બધી બાબતોની અવગણના કરવામાં આવી હતી જેના કારણે તેમાં 41 જેટલા કામદારો ફસાયા અને તેમની કાઢવા માટે અંદાજે સત્તર દિવસ જેટલો સમય લાગી ગયો. તો ચાલો તમને જણાવું કે એવી કંઇ બાબતો હતી જે ટનલ બનાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે.
આ ટનલ નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બનાવવામાં આવી રહી છે. સવાલ એ થાય છે કે કયા પ્રકારના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પ્રકૃતિ, વિજ્ઞાન અને નિયમોની અવગણના કરીને આવું કરવામાં આવ્યું છે. ચાર ધામ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહેલી આ 4.5 કિલોમીટર લાંબી ટનલનો હેતુ યાત્રાળુઓને સુવિધા આપવાનો હતો.
ભૂસ્તરશાસ્ત્રી પ્રો. ડૉ.સી.પી. રાજેન્દ્રને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં 1803માં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને 1991માં 7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અહીં ધરતીકંપની વધારે આવતા હોય છે. જેના કારણે બંને પ્લેટ સતત એકબીજાને ધક્કો મારે છે, જેના કારણે થ્રસ્ટ જનરેટ થાય છે. ઊર્જા બહાર આવતી રહે છે. અને ધરતીકંપો થતા રહે છે.
ત્યારે નેશનલ સેફ્ટી કાઉન્સિલ દ્વારા બનાવવામાં આવેલા નિયમો હેઠળ, કોઈપણ ટનલ બનાવતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
- એસ્કેપ રૂટની ગેરહાજરી… સિલક્યારા-બરકોટ ટનલની સૌથી મોટી ખામી એ હતી કે તેમાં કોઈ એસ્કેપ રૂટ બનાવવામાં આવ્યો ન હતો. તેને બનાવનારી કંપનીએ સેફ્ટી એક્ઝિટ રૂટ બનાવ્યો જ ન હતો. નિયમ એવો છે કે ત્રણ કિલોમીટરથી વધુ લંબાઈ ધરાવતી કોઈ પણ ટનલમાં એસ્કેપ રૂટ બનાવવો જરૂરી છે. જેથી કરીને કોઈ દુર્ઘટના સર્જાય તો તેમાં હાજર લોકો સુરક્ષિત રીતેબહાર નીકળી શકે.
- ખાઈ પાંજરાનો કોઈ ઉપયોગ નથી… ટનલની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ત્યાં ખાઈ પાંજરા અથવા સલામત પાઇપ જેવી જે કોઈ વસ્તુ બનાવવામાં આવી નહોતી. આ પાજરા દ્વારા કે પાઇપ દ્વારા કામદારો અકસ્માતની સ્થિતિમાં સલામત રીતે બહાર નીકળી શકે છે. ટનલ તુટી જવાની ઘટનામાં કામદારોના જીવ બચાવવા માટે ખાઈના પાંજરા સૌથી મહત્વપૂર્ણ પદ્ધતિ સાબિત થઈ શકે છે. જ્યારે ટનલની ડિઝાઇનમાં પણ આ વાતનો ઉલ્લેખ ક્યાંય જોવા મળતો નથી.
- યોગ્ય એસઓપીનું પાલન કરવામાં આવ્યું ન હતું… ટનલ માઇનિંગમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંરે ટિંગ પ્રોસિજર(SOP) અંગે કોઇ બાબતનું પાલન કરવામાં આવ્યું ન હતું. જોકે અધિકારીઓનું કહેવું છે કે ટનલમાં નાની એસ્કેપ ટનલ બનાવવાની વ્યવસ્થા માત્ર રેલવે પાસે છે. જેમાં જે સીડીઓ છે. જેથી દુર્ઘટનામાં સરળતાથી બચાવ કાર્ય કરી શકાય.
- હ્યુમ પાઇપનો અભાવ… મજૂરોએ જણાવ્યું કે છેલ્લી અકસ્માત બાદ હ્યુમ પાઇપ લગાવવામાં આવી હતી. પરંતુ બાદમાં તે પણ દૂર કરવામાં આવી હતી. જ્યારે નિયમ પ્રમાણે જ્યાં સુધી ટનલ નું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને એમજ રાખવાની હોય પરંતુ તે પણ બનાવી નહોતી. આ હ્યુમ પાઇપ જે ટનલ બાંધતી વખતે એક છેડેથી બીજા છેડા સુધી નાખવામાં આવે છે, જેથી જે કટોકટીની સ્થિતિમાં કામદારોને તેમના દ્વારા બહાર કાઢી શકાય.