નેશનલસ્પોર્ટસ

વિનેશ ફોગાટ, કોંગ્રેસ કી બેટી બને તો વાંધો નહીંઃ ભાજપ

ચંદીગઢ: કુસ્તીબાજ વિનેશ ફોગાટના કોંગ્રેસમાં જોડાવવા અંગે હરિયાણા ભાજપના વરિષ્ઠ નેતા અનિલ વિજે કટાક્ષ કરતા કહ્યું કે જો તે “દેશ કી બેટી”માંથી “કોંગ્રેસ કી બેટી” બનવા માંગતી હોય તો અમને શું વાંધો હોઈ શકે.

આ પણ વાંચો: રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા, અહીંથી ચૂંટણી લડી શકે છે…

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા આજે ફોગાટ અને અન્ય કુસ્તીબાજ બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા તેના કલાકો પહેલાં તેમને ફોગાટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે હરિયાણાના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન જણાવ્યું હતું.

“… અગર વો દેશ કી બેટી સે કોંગ્રેસ કી બેટી બનના ચાહતી હૈ, તો હમેં ક્યા એતરાઝ હો શકતા હૈ (જો વિનેશ દેશની દીકરી બનીને કોંગ્રેસની દીકરી બનવા માંગતી હોય તો અમને શું વાંધો હોઈ શકે)”.

આ પણ વાંચો: આમિર ખાને વિનેશ ફોગાટ સાથે વીડિયો કોલ પર વાત કરી, દંગલ 2ની ચર્ચા શરૂ…

વિજે કહ્યું કે કોંગ્રેસ પહેલા દિવસથી જ આ ખેલાડીઓને પોતાની સાથે લાવવાનો પ્રયાસ કરી રહી છે અને તેમની ઉશ્કેરાટને કારણે કુસ્તીબાજોએ દિલ્હીમાં આંદોલન શરૂ કર્યું હતું. તેમના (કોંગ્રેસની) ભડકાવવાને કારણે જ (દિલ્હીમાં) વિરોધ ચાલી રહ્યો હતો, નહીં તો મામલો ઘણા સમય પહેલા ઉકેલાઈ ગયો હોત, એમ તેમણે કહ્યું હતું.

ફોગાટ અને પુનિયા, બંનેની ઉંમર ૩૦ વર્ષ છે, રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય વરિષ્ઠ નેતાઓને તેમના ૧૦, રાજાજી માર્ગ પર મળ્યા હતા અને કોંગ્રેસ મુખ્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સમાં સત્તાવાર રીતે પાર્ટીમાં જોડાયા હતા. ઉપરાંત, ફોગાટે શુક્રવારે અંગત કારણોસર ભારતીય રેલ્વેમાંથી રાજીનામું આપ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button