બેંગલુરુ જેલમાં કેદીઓને VVIP સગવડ! કેદીઓ દારૂ પીને ડાન્સ કરી રહ્યાનો વીડિયો વાયરલ

બેંગલુરુ: સેન્ટ્રલ જેલમાં કેદીઓ સ્માર્ટ ફોન વપરાતા હોય, દરુ પીને ડાન્સ કરતા હોય અને ટી વી જોતા હોય એવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે જેલના મુખ્ય અધિક્ષકની બદલી કરવામાં આવી છે અને અન્ય બે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે તપાસ શરુ કરી છે, જયારે ભાજપે કોંગ્રેસ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે.
બેંગલુરુની પરપ્પાના અગ્રાહારા સેન્ટ્રલ જેલના કેટલાક વીડિયો વાયરલ થયા હતાં, વિડીયોમાં ISIS સાથે કથિત રીતે જોડાયેલો આરોપી ઝુહૈબ હમીદ શકીલ મન્ના, એક રેપિસ્ટ અને કિલર સહીત જેલમાં બંધ અન્ય ઘણા કુખ્યાત ગુનેગારો જોવા મળે છે. વીડિયોમાં, મન્ના ચા પીતો અને ફોન પર સ્ક્રોલ કરતો જોવા મળે છે અને તે વીડિયો રેકોર્ડ કરનાર શખ્સ વાત પણ કરી રહ્યો છે.
મન્ના કોમ્પ્યુટર એપ્લિકેશન નિષ્ણાત છે અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISIS સાથે જોડાણના આરોપસર નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA)એ તેની ધરપકડ કરી હતી. તેના પર આતંકવાદી પ્રવૃતિઓ માટે ભંડોળ એકત્ર કરવા અને મુસ્લિમ યુવાનો સીરિયામાં ISIS માં જોડાવા માટે મોકલવાનો આરોપ છે.
અન્ય એક વિડીયો ક્લિપમાં સીરીયલ રેપિસ્ટ અને કિલર ઉમેશ રેડ્ડી જેલની અંદર ત્રણ ફોનનો ઉપયોગ કરતો જોવા મળી રહ્યો છે.
એક વિડીયોમાં કેદીઓ દારૂ અને નાસ્તા સાથે પાર્ટી કરી રહ્યા હોવાનું જણાવ્ય છે. વિડીયોમાં જોવા મળે છે કે કેદીઓ ડિસ્પોઝેબલ ગ્લાસમાં દારૂ ભરીને પી રહ્યા છે, પ્લેટમાં થે કાપેલા ફળ અને ચખના રાખવામાં આવ્યા છે.
અધિકારીઓ સામે કાર્યવાહી:
આ વિડીયો જાહેર થતા ખળભળાટ મચી ગયો છે, ગૃહ પ્રધાન ડૉ. જી. પરમેશ્વરે અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. જેલના મુખ્ય અધિક્ષકની બદલી કરવામાં આવી છે અને બે અન્ય અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓને જેલની તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
ભાજપે કોંગ્રેસને ઘેરી:
કેદીઓને VVIP સગવડ આપવા મામલે રાજ્યમાં વિપક્ષ ભાજપે મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાના સત્તાવાર નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું, ભાજપ જિલ્લા પ્રભારી, એસ હરીશે જણાવ્યું કે કોંગ્રેસના સાશન હેઠળ જેલો હવે જેલો નથી રહી, જેલ ગુનેગારો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગઈ છે, કોંગ્રેસ દેશભરના આતંકવાદીઓ બેંગ્લોર જેલમાં ટ્રાન્સફર કરવા માંગે છે.
રાજ્ય સરકારે આ મામલે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.
આપણ વાંચો: યોગી આદિત્યનાથે લીધો મોટો નિર્ણય; રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં ‘વંદે માતરમ’ ફરજિયાત



