નેશનલસ્પેશિયલ ફિચર્સ

PM Narendra Modi-Italy’s Prime Minister Giorgia Meloniનો એ વીડિયો જોવાયો આટલા કરોડ વખત….

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને ઈટાલીનાં વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની (Italy’s Prime Minister Giorgia Meloni)નો એક સેલ્ફી વીડિયો ગઈકાલથી જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે અને એટલું જ નહીં પણ પાંચ સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર સૌથી વધુ વખત જોવામાં આવેલો વીડિયો ક્લિપ બનવા જઈ રહ્યો છે.

જી હા, ઈટાલિયન પીએમ જ્યોર્જિયા મેલોનીએ શનિવારે બપોરે પોસ્ટ કરેલો આ વીડિયો નવ કલાક કરતાં પણ ઓછા સમયમાં 20.2 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો અને સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ એક્સ પર 64,000થી વધુ વખત રિપોસ્ટ કરવામાં આવ્યો છે.

વીડિયોમાં બંને નેતાઓ શુક્રવાર સાંજે ઈટાલીના અપુલિયામાં જી-7 શિખર સંમેલન સિવાય થયેલી દ્વિપક્ષીય બેઠક બાદ હળવી પળો માણતા દેખાઈ રહ્યા છે. આ વીડિયોને મેલોનીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી 19.1 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. મેલોનીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની પોતાની મિત્રતા દર્શાવતા આ વીડિયોને નમસ્તે દોસ્તો, મેલોડી તરફથી એવું કેપ્શન આપી છે.

આ પણ વાંચો : Giorgia Meloniના ટ્વિટના જવાબમાં Narendra Modiએ લખ્યું કે..

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઈટાલિયન પીએમ જ્યોર્જિયા મેલોનીની પોસ્ટનો જવાબ આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે ભારત-ઈટાલીની મિત્રતા જિંદાબાદ… આ પોસ્ટને શનિવાર સાંજ સુધી 8.6 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે.

ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં મેલોનીએ દુબઈમાં સીઓપી-28 શિખર સંમેલન વખતે પણ પીએમ મોદી સાથેની એક સેલ્ફી પોસ્ટ કરી હતી અને એ પણ ખૂબ જ વાઈરલ થઈ હતી. પહેલી ડિસેમ્બર, 2023ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જ્યોર્જિયા મેલોનીએ સેલ્ફી પોસ્ટ કરતાં લખ્યું હતું કે સીઓપી-28માં એક સારા મિત્ર… આ પોસ્ટને પણ 47.3 મિલિયન કરતાં પણ વધુ વખત જોવામાં આવ્યું હતું.

બીજા જ દિવસે મેલોનીની પોસ્ટ પર પીએમ મોદી દ્વારા આપવામાં આવેલો જવાબ મિત્રો સાથેની મુલાકાત હંમેસા સુખદ હોય છે એને પણ 12 મિલિયન કરતાં વધુ વખત જોવામાં આવ્યું હતું. લાંબા સમય સુધી તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં પણ રહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button