નેશનલ

બરફની સામે છાતીએ દોડશે વંદે ભારત ટ્રેન; રેલવે મંત્રીએ શેર કર્યો વિડીયો

નવી દિલ્હી: વંદે ભારત ટ્રેનોનું નેટવર્ક હવે સમગ્ર દેશમાં વિસ્તૃત કરવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં વંદે ભારત ટ્રેન હવે જમ્મુ અને શ્રીનગર વચ્ચે શરૂ થવા જઈ રહી છે. આ ટ્રેન શરૂ થતાં દિલ્હીથી કાશ્મીરની મુસાફરી ફક્ત 3 કલાક અને 10 મિનિટમાં પૂર્ણ થશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે.

https://twitter.com/AshwiniVaishnaw/status/1877882242703184300

ડ્રાઇવર કેબિનમાં ટ્રિપલ એર વિન્ડસ્ક્રીન

આ ટ્રેનની ડ્રાઇવર કેબિનમાં ટ્રિપલ એર વિન્ડસ્ક્રીન અને ગરમ ફિલામેન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે, જે બરફ બનવાની સમસ્યાને અટકાવશે. આ ઉપરાંત કોચની અંદર મુસાફરોને ઠંડીથી બચાવવા માટે, વોશરૂમ અને બારીઓમાં હીટિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. આ ટ્રેન માઈનસ 30 ડિગ્રી તાપમાનમાં પણ મુસાફરી કરી શકશે.

ટ્રેનમાં નહીં જામે પાણી

શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જમ્મુ અને કાશ્મીરની ભારે ઠંડીની વિષમ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. ટ્રેનમાં પાણીની ટાંકીઓ માટે સિલિકોન હીટિંગ પેડ અને ગરમ પાઇપલાઇન્સ સ્થાપિત કરવામાં આવી છે. જે પાણીને થીજવાથી બચાવશે.

શું છે ખાસ વિવિધતા?


ટ્રેનની વિન્ડશિલ્ડ આપમેળે ગરમ થાય છે, જેના કારણે તેના પર બરફ બનતો નથી. અહીં માઇક્રો એલિમેન્ટ ચોંટાડવામાં આવ્યા છે જે વિન્ડશિલ્ડને હંમેશા ગરમ રાખશે.

વાઇપરમાંથી ગરમ પાણી પણ આવશે જે થીજી ગયેલા બરફને યોગ્ય રીતે સાફ કરવામાં મદદ કરશે. વધુમાં, ટ્રેક સાફ કરવા માટે બરફ કટરનો ઉપયોગ કરવામાં આવે છે, જે પહેલાથી જ ઉપયોગમાં છે. ટ્રેનોમાં પાટા પરથી બરફ દૂર કરવાની સુવિધા નથી.

વોશરૂમમાં તાપમાનને નિયંત્રિત કરવાની સુવિધા છે જેથી એક નિશ્ચિત તાપમાન જાળવી શકાય, જે ન તો ખૂબ ગરમ થાય છે અને ન તો ખૂબ ઠંડુ.

આ ટ્રેનમાં એર ડ્રાયર બ્રેક્સ પણ લગાવવામાં આવ્યા છે.

ગરમ પાણી માટે ઇન્ડક્શનનો ઉપયોગ કરીને વોશરૂમ ડિઝાઇન કરવામાં આવ્યો છે. પાણી ગરમ રાખવા માટે ખાસ ફિલામેન્ટ્સ લગાવવામાં આવ્યા છે. વીજળી વિના પણ પાણી ત્રણ કલાક સુધી ગરમ રહી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button