નવી દિલ્હી: દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને લઈને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કેન્દ્ર સરકારને સીધા સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, ‘મને સમજાતું નથી કે ખેડૂત સાથે વાતચીત કેમ નથી થઈ રહી. અમે ખેડૂતને પુરસ્કાર આપવાને બદલે તેનો યોગ્ય હક્ક પણ નથી આપી રહ્યા. ખેડૂતોને આપેલા વચનોનું શું થયું?
આ પણ વાંચો : વૈશ્વિક સ્તરે ઝળહળ્યું સ્મૃતિ વન: UNESCOના પ્રિક્સ વર્સેઇલ્સ 2024થી સન્માન
શું કહ્યું ઉપરાષ્ટ્રપતિએ?
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું, ‘કૃષિ મંત્રી, તમારા માટે દરેક ક્ષણ ભારે છે. હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને મને જણાવો. ખેડૂતને શું વચન આપ્યું હતું? આપેલું વચન કેમ પાળવામાં ન આવ્યું? વચન પાળવા આપણે શું કરીએ છીએ?
તેમણે કહ્યું, ‘ગયા વર્ષે પણ આંદોલન હતું, આ વર્ષે પણ આંદોલન થયું છે. કાળચક્ર ફરી રહ્યું છે, આપણે કંઈ કરી રહ્યા નથી. મેં પહેલીવાર ભારતને બદલાતું જોયું છે. મને પહેલીવાર લાગ્યું કે વિકસિત ભારત આપણું સ્વપ્ન નથી પરંતુ આપણું લક્ષ્ય છે. ભારત વિશ્વમાં ક્યારેય આટલું ઊંચા સ્થાને નહોતું. જ્યારે આવું થઈ રહ્યું છે તો પછી મારો ખેડૂત શા માટે પરેશાન અને દુઃખી છે? ખેડૂત જ લાચાર છે.
સમય મારા માટે દુઃખદાયક છે
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું, ‘આ સમય મારા માટે દુઃખદાયક છે કારણ કે હું રાષ્ટ્રવાદમાં ડૂબેલો છું. મેં પહેલીવાર ભારતને બદલાતું જોયું છે. મને પહેલીવાર લાગ્યું કે વિકસિત ભારત આપણું સ્વપ્ન નહિ પરંતુ આપણું લક્ષ્ય છે. ભારત વિશ્વમાં આટલા ઉચ્ચ સ્થાને ક્યારેય નહોતું, વિશ્વમાં આપણી વિશ્વસનીયતા ક્યારેય આટલી ઊંચી ન હતી, ભારતના વડાપ્રધાનની ગણતરી આજે વિશ્વના ટોચના નેતાઓમાં થાય છે, જ્યારે આવું વાતાવરણ છે તો પછી મારો ખેડૂત શા માટે હેરાન છે? આ બહુ ગહન મુદ્દો છે.
આ પણ વાંચો : લોકસભાના સ્પીકર OM Birla મંત્રીઓ પર કેમ ભડક્યા ? જાણો વિગતે…
ખેડૂત એકલો અને લાચાર
તેમણે આગળથી કહ્યું હતું કે, તેને હળવાશથી લેવાનો અર્થ એ છે કે આપણે વ્યવહારુ નથી. આપણી નીતિ નિર્માણ યોગ્ય ટ્રેક પર નથી. તેમણે કહ્યું હતું કે એ લોકો કોણ છે જે ખેડૂતોને કહે છે કે તેઓ તેમને તેમના ઉત્પાદનની વાજબી કિંમત આપશે? મને સમજાતું નથી કે પહાડ તૂટી પડશે. ખેડૂત એકલો અને લાચાર છે.