નેશનલ

ઓડિશામાં BJDને દર્દમાં દર્દ ભળ્યું; વિકે પાંડિયને કર્યું રાજનીતિથી સન્યાસનું એલાન

નવી દિલ્હી : દેશમાં લોકસભાની ચૂંટણીની સાથે ઓડિશાના પરિણામો પર ચર્ચાનો વિષય છે. રાજ્યની ચૂંટણીમાં બીજુ જનતા દળને સજ્જડ હારનો હારનો સામનો કરવો પડ્યો હતો. ઓડિશાના 24 વર્ષ બાદ કોઈ નવી સરકાર બનવા જઈ રહી છે. આ દરમિયાન બીજેડીને પડ્યા પર પાટુ સમાન ઘાવ પડ્યો છે. મુખ્યમંત્રી નવીન પટનાયકના (naveen patnaik) નજીકના રહેલા વિકે પાંડિયને (vk pandian) રાજનીતિથી સન્યાસનું એલાન કરી દીધું છે. પાંડિયન નવેમ્બર 2023માં જ BJDમાં જોડાયા હતા.

ઓડિશાનું રાજકારણ હાલ પરિવર્તનની આંધીથી અસરગ્રસ્ત છે. અહી છેલ્લા 24 વર્ષથી જે પાર્ટીની સરકારનો દબદબો રહ્યો હતો, તેને કારમી હારનો કડવો સ્વાદ ચાખવાનો વારો આવ્યો છે. આ દરમિયાન જ BJDને વધુ એક ફટકો પડ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકના ઉત્તરાધિકારી ગણાતા વિકે પાંડિયને રાજકારણથી કરેલ સન્યાસની જાહેરાતથી BJDને ખોટ પડી છે. તેમણે વિડીયો દ્વારા કહ્યું હતું કે, રાજકારણમાં આવવાનો તેમનો હેતુ માત્ર પટનાયકન મદદ કારવાનો જ હતો.

જો કે હવે તેઓ સક્રિય રાજકારણથી દૂર થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે મરી રાજકીય સફર દરમિયાન જો કોઈને દુખ થયું હોય તો હું દિલગીર છું. તેમના વિરુદ્ધ ચલાવવામાં આવેલા અભિયાનથી જો BJDને હારનો સામનો કરવો પડ્યો હોય તો તેનો પણ ખેદ વ્યક્ત કરતાં કાર્યકર્તાઓ અને BJD પરિવારની માફી માંગી હતી.

આ પણ વાંચો : લોકસભાની ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે ભાજપને હરાવી શકાય છેઃ ઉદ્ધવ ઠાકરે

નોંધનીય છે કે 4 જૂને ચૂંટણી પરિણામોની જાહેરાત બાદ પાંડિયન જાહેરમાં દેખાયા નથી. 5 જૂને જ્યારે મુખ્યમંત્રી પટનાયક રાજ્યપાલને રાજીનામું આપવા માટે પહોંચ્યા ત્યારે પણ પાંડિયન સાથે જોવા મળ્યા ન હતા. નવીન પટનાયકના ઘરે પાર્ટીની બેઠકમાં પણ તેઓ ગેરહાજર રહ્યા હતા. પાર્ટીની કારમી હાર બાદ પાંડિયનની થઈ રહેલી નિંદાને વખોડતા પટનાયકે તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી અને તેમણે કહ્યું હતું કે તેમના BJDમાં આવ્યા બાદ ખૂબ જ સારું કામ કર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button