ટોપ ન્યૂઝનેશનલ

કર્ણાટકમાં મુસ્લિમોને અનામત આપવાના વિરોધમાં રાજ્યવ્યાપી આંદોલન કરશે વિશ્વ હિન્દુ પરિષદ…

બેંગલુરુઃ કર્ણાટકમાં સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લિમોને ચાર ટકા અનામત આપવાના સરકારના નિર્ણયની વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) આવતીકાલે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. એક નિવેદનમાં વીએચપીએ કહ્યું હતું કે તે કર્ણાટક સરકાર દ્વારા વિધાનસભામાં રજૂ કરાયેલા બિલની સખત નિંદા કરે છે, જેમાં મુસ્લિમો માટે ચાર ટકા અનામતનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “અમે આ ગેરબંધારણીય નિર્ણયનો સખત વિરોધ કરીએ છીએ અને વિરોધના પ્રતીક તરીકે રાજ્યભરમાં પ્રદર્શનો યોજવામાં આવી રહ્યા છે. બેંગલુરુમાં સાંજે 4 વાગ્યે ફ્રીડમ પાર્ક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

વીએચપીએ કહ્યું કે કર્ણાટક રાજ્ય મંત્રીમંડળે કેટીપીપી (કર્ણાટક ટ્રાન્સપરન્સી ઇન પબ્લિક પ્રોક્યોરમેન્ટ્સ એક્ટ 1999-2000) માં સુધારો કર્યો છે, જેનાથી 2 કરોડ રૂપિયા સુધીના સિવિલ વર્ક કોન્ટ્રાક્ટ અને 1 કરોડ રૂપિયા સુધીના માલ/સેવાઓના કોન્ટ્રાક્ટમાં ફક્ત 2બી કેટેગરી હેઠળ આવતા મુસ્લિમો માટે ચાર ટકા અનામત રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ અનામત સંપૂર્ણપણે ધર્મ (ઇસ્લામ) પર આધારિત છે, જે અસ્વીકાર્ય છે.

વધુમાં કહ્યું હતું કે ભારતીય બંધારણના અનુચ્છેદ 15 મુજબ ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મ સ્થળના આધારે ભેદભાવ પ્રતિબંધિત છે. જોકે કર્ણાટક સરકારે તુષ્ટિકરણની રાજનીતિ અને વોટ બેન્કના વિચારથી પ્રેરિત આ બિલને ગેરબંધારણીય રીતે મંજૂરી આપી છે.

આપણ વાંચો : મુસ્લિમ અનામત, હની ટ્રેપ મુદ્દે કર્ણાટક વિધાનસભામાં ધમાલઃ ભાજપના 18 ધારાસભ્ય સસ્પેન્ડ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button