Owaisiના ‘જય પેલેસ્ટાઈન’ નારાના વિરોધમાં ઉતર્યું VHP અને બજરંગ દળ

નવી દિલ્હી: હૈદ્રાબાદના સાંસદ અને ઓલ ઈન્ડિયા મજલિસ એ ઇતેહાદુલ મુસ્લીમીન (AIMIM) હવે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળનાં નિશાને ચડયા છે. સંસદમાં શપથ દરમિયાન ઓવૈસીએ ‘જય ફિલિસ્તાન’નો નારો લગાવ્યો હતો. આથી દિલ્હીમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળનાં સભ્યો હવે વિરોધમાં ઉતરી આવ્યા છે. આ દરમિયાન બંને સંગઠનના સભ્યોએ ખૂબ જ નારેબાજી કરી હતી. જેનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
દિલ્હી પોલીસે પરિસ્થિતીને જોતાં આગમચેતી રૂપે સ્થિતિ વણસે તે પહેલા જ બેરીકેડ લગાવી દીધા છે. જો કે વીએચપી અને બજરંગ દળનાં સભ્યોએ બેરીકેડ પર ચઢીને વિરોધ કરી રહ્યા છીએ. તેમના હાથોમાં ઓવૈસીની વિવાદાસ્પદ તસવીરો હતી. વિરોધ પ્રદર્શન કરી રહેલા એક વ્યકતીનાં હાથમાં પોસ્ટરમાં લખ્યું હતું કે ‘સંસદની મર્યાદા તોડે તેવા સાંસદ નહિ જોઈએ’. પોલીસ વિરોધ કરી રહેલા લોકોને હટાવી રહ્યા હોય તેવા દ્રશ્ય પર દેખાઈ રહ્યા છે.
શપથ દરમિયાન જય પેલેન્સટાઈનનો નારો લગાવ્યો હતો:
મંગળવારે 25 જૂનના સંસદમાં શપથવિધિ દરમિયાન અસરુદ્દીન ઓવૈસીએ જય ફિલિસ્તાનના નારા લગાવ્યા હતા. જેણે લઈને ભારે વિવાદ સર્જાયો છે. ઉર્દૂમાં શપથ લઈ તેમણે અંતે ‘જય ભીમ, જય તેલંગણા, જય ફિલિસ્તાન’નો નારો લાગાવ્યો હતો. તેમણે સંસદમાં યુદ્ધગ્રસ્ત પેલેસ્ટાઈનના ગાઝા ક્ષેત્રના લોકો સાથે હમદર્દી વ્યક્ત કરી હતી. તેમણે જય પેલેસ્ટાઈનના નારા લગાવતા જ શાસક પક્ષના સાંસદોએ ઘણી મિનિટો સુધી હંગામો મચાવ્યો હતો.
આ પણ વાંચો : દેશમાં 1 જુલાઇ થી લાગુ થશે ત્રણ નવા Criminal Law, જાણો શું થશે બદલાવ
ઓવૈસીએ જય પેલેસ્ટાઈનના નારાનો બચાવ કર્યો હતો:
આ સાથે જ ઓવૈસીએ પોતાનો પક્ષ રજૂ કરીને જય પેલેસ્ટાઈનના નારા બાદ સર્જાયેલા વિવાદને લઈને પોતાનો બચાવ કર્યો. કેટલાક સાંસદોએ ઓવૈસીની સદસ્યતા રદ કરવાની પણ માંગ કરી હતી. જેને લઈને તેમણે કહ્યું, “તેમને (સત્તાપક્ષ) જે કરવું હોય તે કરવા દો. હું પણ બંધારણ વિશે થોડું જાણું છું. આ નમાલી ધમકીઓ મારા પર કામ નહીં કરે.”તેમણે કહ્યું, “દરેક લોકો ઘણી બધી વાતો કરી રહ્યા હતા. મેં માત્ર જય ભીમ, જય તેલંગાણા, જય પેલેસ્ટાઈન કહ્યું. આ કેવી રીતે બંધારણ વિરુદ્ધ છે, મને કોઈ જોગવાઈ બતાવો.”