વારાણસીમાં ગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ, 44 ગામો શહેર પુરથી પ્રભાવિત | મુંબઈ સમાચાર

વારાણસીમાં ગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ, 44 ગામો શહેર પુરથી પ્રભાવિત

વારાણસી : વારાણસીમાં ગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જેના લીધે પાકા ઘાટો અને નદી કિનારાના કેટલાક મંદિરો જળમગ્ન થયા છે. તેમજ શહેરના અનેક વિસ્તારોમાં રોડ સુધી પાણી પહોંચ્યા છે.

આ અંગે જીલ્લા વહીવટીતંત્રએ આપેલી માહિતી અનુસાર 44 ગામ અને શહેરના 24 વિસ્તાર પુરથી પ્રભાવિત છે. જેના લીધે એક લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. તેમજ શબોના અંતિમ સંસ્કાર પણ મુશ્કેલી પડી રહી છે. હરિશ્ચંદ્ર અને મણિકર્ણિકા ઘાટ જળમગ્ન થઈ ગયા છે.

આપણ વાંચો: ગંગા નદીના પ્રવાહ અંગે નવો ખુલાસો: ઉનાળામાં ગ્લેશિયર્સ નહીં પણ આ છે મુખ્ય સ્ત્રોત…

ખતરાના નિશાનથી લગભગ એક મીટર ઉપર વહી

ગંગા નદી હાલમાં ખતરાના નિશાનથી લગભગ એક મીટર ઉપર વહી રહી છે. જયારે બચાવ કાર્યમાં રોકાયેલા એનડીઆરએફના ડીઆઈજી એમકે શર્માએ જણાવ્યું હતું કે 5 દિવસ પહેલા જ આગાહી કરવામાં આવી હતી કે વારાણસીમાં પાણીનું સ્તર વધશે.

જેના લીધે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. પ્રયાગરાજ, ગાઝીપુર અને બલિયા જેવા તમામ નીચાણવાળા વિસ્તારોના પૂરગ્રસ્ત લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

આપણ વાંચો: ગંગા નદીમાં ફસાયેલા છ કાવડિયાને બચાવી લેવાયા, વીડિયો વાયરલ

કાશી વિશ્વનાથ મંદિરના દ્વાર સુધી ગંગાનું પાણી પહોંચ્યું

આ ઉપરાંત ગંગા નદીના સતત વધી રહેલા પાણીના પ્રવાહમાં નમો ઘાટ પણ ડૂબી ગયો છે. આ ઘાટને સામાન્ય અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કાશી વિશ્વનાથ મંદિરના દ્વાર સુધી ગંગાનું પાણી પહોંચ્યું છે.

જયારે વિશ્વનાથ ધામમાં પાણી ભરાયા છે. જયારે રત્નેશ્વર મહાદેવ મંદિરનું શિખર પણ ડૂબી ગયું છે. પોલીસ સતત પેટ્રોલિંગ
કરી રહી છે અને લોકો ચેતવણી આપી રહી છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button