PM Narendra Modiની ડ્રીમ ટ્રેન Vandebharat Expressની આવી હાલત? વીડિયો જોઈ વિશ્વાસ નહીં થાય…

વંદે ભારત ટ્રેન એ ભારતીય રેલવેની લક્ઝુરિયસ અને સેમિ હાઈસ્પીડ ટ્રેન (Indian Railway’s Semi Highspeed Vandebharat Express Train) છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર વંદે ભારત ટ્રેનની અંદર જોવા મળેલા જે નજારાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે એ જોતા તમે વિશ્વાસ નહીં કરી શકો કે વંદે ભારત ટ્રેનના કોચની આવી હાલત થઈ શકે. ચાલો જોઈએ કે આખરે ક્યા રૂટની વંદે ભારત ટ્રેનમાં આ નજારો જોવા મળ્યો અને શું છે આ પાછળનું કારણ-
લખનઊ-દહેરાદૂન વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન (Lucknow-Dehradun Vandebharat Train)માં મંગળવારે ટિકિટ વિનાના પ્રવાસીઓએ ઘૂસણખોરી કરી હતી. રિઝર્વ કેટેગરીની આ સેમિ હાઈસ્પીડ લક્ઝરી ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ પર પ્રવાસ કરી રહેલાં પ્રવાસીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગેરકાયદે કોચમાં ચઢી આવેલા પ્રવાસીઓને કારણે આ ટ્રેનનો કોચની હાલત જનરલ કોચ કરતાં પણ બદતર થઈ ગઈ હતી. પરેશાન થયેલાં પ્રવાસીઓએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં હવે લોકો રેલવેના રેઢિયાળ કારભારને જોઈને રોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
આ ટ્રેન સવારે 5.15 કલાકે ઉપડીને બપોરે 1.35 કલાકે દહેરાદૂન પહોંચે છે. લખનઊથી ઉપડતી આ ટ્રેનનો પહેલો સ્ટોપ 8.35 કલાકે બરેલી જંક્શન પર હોય છે. હાલમાં વંદેભારત એક્સપ્રેસના ચેરકાર અને એક્ઝિક્યુટિવ ક્વોટમાં લાંબું વેઈટિંગ લિસ્ટ હોવાને કારણે કન્ફર્મ ટિકિટ મળવાનું મુશ્કેલ છે. જેને કારણે મંગળવારે સવારે લખનઊથી ઉપડેલી આ ટ્રેનમાં મોટી સંખ્યામાં ટિકિટ વિનાના પ્રવાસીઓ ચઢી ગયા હતા. મોટાભાગના પ્રવાસીઓ કિસાન યુનિયનનો બેચ અને ટોપી પહેર્યા હોવાનું પણ પ્રવાસીઓએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : આનંદો! આ રૂટ પર શરૂ થવા જઈ રહી છે વંદે ભારત મેટ્રો જાણો સંપૂર્ણ માહિતી
આ જ ટ્રેનમાં પ્રવાસ કરી રહેલાં સંચિત નામના પ્રવાસીએ ટ્રેનના કોચમાં જોવા મળી રહેલાં અરાજકતા અને અવ્યવસ્થાનો વીડિયો શૂટ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને તેમાં ડીઆરએમ સહિત રેલવેના વરિષ્ઠ અધિકારીઓને ટેગ કર્યા હતા. ટ્રેન બરેલી પહોંચી ત્યારે પણ આ પ્રવાસીઓને નીચે ઉતારવામાં નહીં આવ્યા અને એથી વિપરીત બરેલીથી બીજા વિના ટિકિટ પ્રવાસીઓએ આ ટ્રેનમાં ચઢીને પ્રવાસ કર્યો હતો.
જોકે, આ પહેલી વખત નથી કે આ રીતે રિઝર્વ કોચમાં ટિકિટ વિના પ્રવાસ કરી રહેલાં પ્રવાસીઓએ ચઢીને પ્રવાસ કર્યો હોય. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક બીજો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક યુવતી રિઝર્વ કોચમાં ગેરકાયદે રીતે પ્રવાસ કરી રહેલાં પ્રવાસીઓને ભીડને કારણે પડતી મુશ્કેલીનો વીડિયો બનાવીને આઈઆરસીટીસી (IRCTC)ને ટેગ કર્યું હતું, પરંતુ તેને પણ કોઈ મદદ ના મળી હોવાની ફરિયાદ કરતી જોવા મળી હતી.