વંદે મેટ્રો- અમદાવાદથી ભુજ – સસ્તું ભાડું અને કચ્છ જી યાત્રા- અત્યારે જ બૂક કરો ટિકિટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશની પહેલી વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી દર્શાવી હતી. તે પહેલાં રેલવેએ આજે મોટો નિર્ણય લીધો હતો. વંદે મેટ્રોનું નામ બદલીને ‘નમો ભારત રેપિડ રેલ’ કરવામાં આવ્યું છે. દેશની પહેલી નમો ભારત રેપિડ રેલ ભુજથી અમદાવાદની વચ્ચે દોડશે. આ પહેલાં આરઆરટીએસનું નામ રેપિડએક્સથી બદલીને નમો ભારત કરવામાં આવ્યું છે. દેશની પહેલી નમો ભારત ટ્રેન દિલ્હીથી મેરઠની વચ્ચે ચાલશે. તેના અમુક સેક્શન શરૂ થઈ ચુક્યાં છે. વડાપ્રધાન મોદી આ સાથે છ વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવીને રવાના કરાઇ હતી
પશ્ચિમ રેલવેના જણાવાયા મુજબ સ્વદેશી ટેક્નોલોજીથી વિકસિત આ ટ્રેનમાં 12 વાતાનુકૂલિત કોચ છ, જેમાં કેન્દ્રીય રીતે નિયંત્રિત ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા, મોડ્યુલર ઈન્ટિરિયર, સતત એલઈડી લાઈટિંગ, ઈવેક્યુએશન ફેસિલિટી સાથેના શૌચાલય, રૂટ મેપ ઈન્ડિકેટર્સ, પેનોરેમિક વિન્ડો, સીસીટીવી, ફોન ચાર્જિંગ ફેસિલિટી, એલાર્મ સિસ્ટમ સાથે ઓટોમેટિક સ્મોક/ફાયર ડિટેક્શન ફેસિલિટી અને એરોસોલ આધારિત અગ્નિશામક સિસ્ટમ છે. તેમાં અદ્યતન અને વધુ સારી સુવિધાઓ આપવામાં આવી છે જે તેને 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચવામાં સક્ષમ કરે છે.
ટ્રેન નંબર 94801 અમદાવાદ-ભુજ વંદે મેટ્રો શનિવાર સિવાય દરરોજ અમદાવાદથી 17:30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23:10 કલાકે ભુજ પહોંચશે. આ ટ્રેન 17 સપ્ટેમ્બર 2024થી દોડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 94802 ભુજ-અમદાવાદ વંદે મેટ્રો રવિવાર સિવાય દરરોજ 05.05 કલાકે ભુજથી ઉપડશે અને તે જ દિવસે 10.50 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 18 સપ્ટેમ્બર 2024થી દોડશે. ફર્સ્ટ ક્લાસ ACનું ભાડું લગભગ 3500 થી વધુ,સેકન્ડ ACનું ભાડું અંદાજે 2500થી 3હજાર જેવુ રહેશે.
આ પણ વાંચો : PM Modi Gujarat Visit : પીએમ મોદી ગુજરાતથી દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ કરાવશે
વંદે મેટ્રો ટ્રેન પોતાની આ યાત્રામાં 9 સ્ટેશનોએ રોકાશે. આ ટ્રેનનું રોકણ દરેક સ્ટેશન પર આશરે 2 મિનિટ સુધી રહેશે અને 5 કલાક 45 મિનિટમાં યાત્રા પૂરી કરશે. વંદે મેટ્રો ટ્રેનના ભાડાની યાદી પણ રજૂ કરવામાં આવી છે. તેમાં ઓછું ભાડુ 28 રૂપિયા છે. તેના પર સુપરફાસ્ટ સરચાર્જ, રિઝર્વેશન ચાર્જ અને જીએસટી ચાર્જ ચૂકવવાનો રહેશે. જો તમે વંદે મેટ્રો ટ્રેનમાં 50 કિમી સુધીની યાત્રા કરો છો તો તમારે 60 રૂપિયા+જીએસટી અને અન્ય એપ્લિકેશન ચાર્જ ચૂકવવાનો રહેશે. તેના ઉપર દર કિલોમીટર પર 1.20 રૂપિયાનું મૂળ ભાડુ વધતું રહેશે. તેને મુંબઈમાં ચાલતી એસી સબઅર્બનથી પણ સસ્તી બનાવવામાં આવી રહી છે.
બંને દિશામાં આ ટ્રેન સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, ધ્રાંગધ્રા, હળવદ, સમાખ્યાલી, ભચાઉ, ગાંધીધામ અને અંજાર સ્ટેશન પર ઉભી રહેશે.