ભારતીય રેલ્વે જમ્મુ-કાશ્મીર માટે 2 વિશેષ ટ્રેનો દોડાવવાની તૈયારી કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી મહિનાઓમાં કાશ્મીર સાથે કનેક્ટિવિટી વધારવાની યોજના છે. આ અંતર્ગત નવી દિલ્હી અને શ્રીનગર વચ્ચે સ્પેશિયલ સ્લીપર ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેન દ્વારા તમે આ અંતર 13 કલાકમાં પાર કરી શકશો.
આ પણ વાંચો : જાના થા જાપાનઃ Vande Bharat Train રૂટ ભૂલી, રેલવેની ઊંઘ હરામ…
આ એક સેન્ટ્રલી હીટેડ ટ્રેન રહેશે. આ રૂટ પર ટ્રેન બરફથી ઢંકાયેલી ટેકરીઓમાંથી પણ પસાર થશે. ઉપરાંત, તમને ચેનાબ બ્રિજ પરથી પસાર થતી ટ્રેનનો અનુભવ પણ મળશે. ચેનાબ બ્રિજ વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે કમાન પુલ છે.
નવી દિલ્હીથી શ્રીનગર જતી આ ટ્રેનમાં તમારી જર્ની આરામદાયક રહેશે. આ ટ્રેનમાં સેકન્ડ ક્લાસ સ્લીપર કોચની સુવિધા આપવામાં આવશે નહીં. પહેલા એવું માનવામાં આવતું હતું કે આ વંદે ભારત સ્લીપર ટ્રેન કાશ્મીરમાંથી પણ પસાર થશે, પરંતુ હાલમાં તો એવી કોઇ શક્યતા જણાતી નથી. જ્યાં સુધી કટરા-બારામુલ્લા રૂટની વાત છે તો આ માટે 8 કોચવાળી વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવશે, જેમાં ચેર કાર સીટીંગની સુવિધા ઉપલબ્ધ હશે. રેલવેના એક વરિષ્ઠ અધિકારીના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.
વિશેષ સુવિધાઓથી સજ્જ વંદે ભારત ટ્રેન જમ્મુ અને કાશ્મીર માટે ચલાવવામાં આવનાર વંદે ભારત એક્સપ્રેસમાં કેટલીક વિશેષ સુવિધાઓ હશે. તેમાં પાણી થીજી જતું અટકાવવા માટે પાણીની ટાંકી માટે સિલિકોન હીટિંગ પેડ્સ હશે. શૌચાલયમાં ગરમ હવાના પરિભ્રમણની સુવિધા હશે.
આ પણ વાંચો : આ રુટ પરની Vande Bharat Express ટ્રેનનો સમય બદલવા મંત્રીએ કરી રેલવે મંત્રીને રજૂઆત
વંદે ભારત ટ્રેન દોડવાથી કટરા અને બારામુલ્લા વચ્ચેનું 246 કિલોમીટરનું અંતર કાપવામાં સાડા ત્રણ કલાકનો સમય બચશે. હાલમાં બસ દ્વારા આ બે શહેરો વચ્ચેનું અંતર કાપવામાં 10 કલાકનો સમય લાગે છે. બારામુલ્લા રેલ્વે સ્ટેશન શ્રીનગરથી 57 કિલોમીટર દૂર આવેલું છે. આ રીતે જમ્મુ-કાશ્મીરના લોકોને ટૂંક સમયમાં ભારતીય રેલવે તરફથી એક મોટી ભેટ મળવા જઈ રહી છે. આનાથી પરિવહન સુવિધાઓમાં વધારો થશે અને આ ક્ષેત્રના વિકાસને નવી ગતિ મળશે. આ ટ્રેન બરફથી ઢંકાયેલી ટેકરીઓમાંથી પણ પસાર થશે જે એક અદ્ભુત અનુભવ હશે. રેલવેનું માનવું છે કે આ સુવિધાને કારણે લોકોના પર્યટનમાં પણ વધારો થશે અને આ ક્ષેત્રનો વિકાસ પણ થશે.