કાશ્મીરમાં કૌતુક ! દુનિયાના સૌથી ઊંચા પુલ પરથી પસાર થઈ વંદે ભારત ટ્રેન
નવી દિલ્હી: ઇંડિયન રેલવે દ્વારા આધુનિક સુવિધાઓ સહિત વંદે ભારત સેવા પૂરી પાડે છે. જમ્મુ કાશ્મીરમાં શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી શ્રીનગર રેલવે સ્ટેશન વચ્ચે વિશેષ ડિઝાઇન કરવામાં આવેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું પ્રથમ ટ્રાયલ સફળ રહ્યું છે. આ ટ્રાયલ દરમિયાન આ ટ્રેન દુનિયાના સૌથી ઊંચા પુલ પરથી પસાર થઈ હતી. કાશ્મીરની વિશેષ ભૌગોલીક પરિસ્થિતિને ધ્યાને લઈને આ ટ્રેનને વિશેષ ડિઝાઇન કરવામાં આવી છે.
શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી શ્રીનગર રેલવે સ્ટેશન વચ્ચે વિશેષ રૂપથી ડિઝાઇન કરવામાં આવેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું પ્રથમ ટ્રાયલ સફળ રહ્યું છે. ઈંડીયન રેલવેએ શનિવારે તેની માહિતી આપી હતી. આ ટ્રાયલ દરમિયાન આ વંદે ભારત ટ્રેન ચેનાબ પુલ પરથી પસાર થઈ હતી, આ પુલની ગણના દુનિયાના સૌથી ઊંચા પુલમાં થાય છે. જ્યારે આ ટ્રેન 11:30 વાવ્યે જમ્મુ સ્ટેશન પર પહોંચી ત્યારે તેનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.
કટરા અને શ્રીનગર વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. આ ટ્રેન જમ્મુ અને કાશ્મીરના વિષમ શિયાળામાં પણ તેની પૂર્ણ ગતિએ દોડશે. દેશના અન્ય ભાગોમાં દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોની તુલનામાં આ ટ્રેનમાં ઘણી વિશેષ સુવિધાઓ વિકસાવવામાં આવી છે. રેલવેના જણાવ્યા અનુસાર, આ ટ્રેનમાં અદ્યતન હીટિંગ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે, જે પાણી અને બાયો-ટોઇલેટ ટાંકીઓને થીજી જતા અટકાવે છે.
આપણ વાંચો: બુલેટ ટ્રેનના કોરિડોરમાં દોડાવાશે વંદે ભારત, જાણો કારણ?
ડ્રાઇવર કેબિનમાં ટ્રિપલ એર વિન્ડસ્ક્રીન
આ ટ્રેનની ડ્રાઇવર કેબિનમાં ટ્રિપલ એર વિન્ડસ્ક્રીન અને ગરમ ફિલામેન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે, જે બરફ બનવાની સમસ્યાને અટકાવશે. આ ઉપરાંત કોચની અંદર મુસાફરોને ઠંડીથી બચાવવા માટે, વોશરૂમ અને બારીઓમાં હીટિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. આ ટ્રેન માઈનસ 30 ડિગ્રી તાપમાનમાં પણ મુસાફરી કરી શકશે.
ટ્રેનમાં નહીં જામે પાણી
શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જમ્મુ અને કાશ્મીરની ભારે ઠંડીની વિષમ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. ટ્રેનમાં પાણીની ટાંકીઓ માટે સિલિકોન હીટિંગ પેડ અને ગરમ પાઇપલાઇન્સ સ્થાપિત કરવામાં આવી છે. જે પાણીને થીજવાથી બચાવશે.
આપણ વાંચો: સોલાપુરમાં ફરી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, એક પ્રવાસી ઘવાયો
શું છે ખાસ વિવિધતા?
ટ્રેનની વિન્ડશિલ્ડ આપમેળે ગરમ થાય છે, જેના કારણે તેના પર બરફ બનતો નથી. અહીં માઇક્રો એલિમેન્ટ ચોંટાડવામાં આવ્યા છે જે વિન્ડશિલ્ડને હંમેશા ગરમ રાખશે.
વાઇપરમાંથી ગરમ પાણી પણ આવશે જે થીજી ગયેલા બરફને યોગ્ય રીતે સાફ કરવામાં મદદ કરશે. વધુમાં, ટ્રેક સાફ કરવા માટે બરફ કટરનો ઉપયોગ કરવામાં આવે છે, જે પહેલાથી જ ઉપયોગમાં છે. ટ્રેનોમાં પાટા પરથી બરફ દૂર કરવાની સુવિધા નથી.
વોશરૂમમાં તાપમાનને નિયંત્રિત કરવાની સુવિધા છે જેથી એક નિશ્ચિત તાપમાન જાળવી શકાય, જે ન તો ખૂબ ગરમ થાય છે અને ન તો ખૂબ ઠંડુ.
આ ટ્રેનમાં એર ડ્રાયર બ્રેક્સ પણ લગાવવામાં આવ્યા છે.
ગરમ પાણી માટે ઇન્ડક્શનનો ઉપયોગ કરીને વોશરૂમ ડિઝાઇન કરવામાં આવ્યો છે. પાણી ગરમ રાખવા માટે ખાસ ફિલામેન્ટ્સ લગાવવામાં આવ્યા છે. વીજળી વિના પણ પાણી ત્રણ કલાક સુધી ગરમ રહી શકે છે.