નેશનલ

પીવાના પાણીનો વેડફાટ બચાવવા રેલવેએ ઉઠાવ્યું આ કદમ

ટ્રેનમાં પાણીની મફત બોટલના નિયમો બદલાયા

ભારતીય રેલવેની વંદે ભારત ટ્રેનોની સફળતા વિશે તો તમે જાણો જ છો. રેલવે હવે વંદે ભારતના મુસાફરોને વધુ એક સુવિધા આપશે. હવે વંદે ભારત ટ્રેનમાં મુસાફરોને રેલ નીરનું પાણી પીવા માટે પૈસા ખર્ચવા પડશે નહીં, એટલે કે મુસાફરોને રેલ નીરનું પાણી મફત આપવામાં આવશે. જોકે, એ તો આપણે જાણીએ જ છીએ કે વંદે ભારત ટ્રેનોમાં એક લિટર પાણીની બોટલ તો દરેક મુસાફરને આપવામાં આવે છે.

જોકે, રેલ્વે વિભાગ દ્વારા કિંમતી પીવાના પાણીનો બગાડ અટકાવવા માટે આવો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે દ્વારા દરેક વંદે ભારત ટ્રેનના દરેક મુસાફરને 500 mlની એક રેલ નીર પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર (PDW) બોટલ મફતમાં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાત્રીઓની માંગ પર તે વિનામૂલ્યે આપવામાં આવશે.

RCTCએ જણાવ્યું હતું કે, “પીવાના પાણીનો બગાડ અટકાવવા માટે, રેલ્વેએ નિર્ણય લીધો છે કે તમામ વંદે ભારત ટ્રેનોમાં દરેક મુસાફરોને 500 ml રેલ નીર પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર (PDW) બોટલ આપવામાં આવશે.” ml કોઈપણ વધારાના ચાર્જ વિના મુસાફરોને માંગ પર પીરસવામાં આવશે.”

વંદે ભારતમાં મુસાફરોને એક લીટર પાણીની બોટલ આપવામાં આવતી હતી, પરંતુ હવે ભારતીય રેલ્વે દ્વારા પાણીનો બગાડ રોકવા માટે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રેલ્વે વિભાગે જોયું કે મોટાભાગના લોકો એક લીટર પાણી પણ પી શકતા નથી જેના કારણે ઘણું પાણી વેડફાય છે.


શતાબ્દી ટ્રેનની વાત કરીએ તો આ ટ્રેનના મુસાફરોને એક લીટરને બદલે અડધા લીટરની પાણીની બોટલ પહેલાથી જ આપવામાં આવી રહી છે. શતાબ્દીમાં મુસાફરીનો સમય ઓછો હોવા છતાં મુસાફરો એક લીટર પાણી પણ પૂરું કરી શકતા નથી, પરંતુ વંદે ભારતની મુસાફરીનો સમય વધુ છે. જેના કારણે હવે એક લીટર પાણી બે ભાગમાં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રવાસ શરૂ થતાંની સાથે જ અડધો લિટર પાણીની બોટલ આપવામાં આવશે અને પછી જરૂર પડશે તો બીજી 500 મિલી પાણીની બોટલ આપવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button