દેશની પહેલી Vande Bharat Sleeper Train ક્યારે દોડશે, રેલવેએ શું આપ્યો જવાબ?
Vande Bharat Sleeper: વંદે ભારત સ્લીપર ટ્રેનની શરુઆત સાથે ભારતીય રેલવેએ ટ્રેનનું ભવિષ્ય જ બદલી નાખવા માટે તૈયાર છે. વંદે ભારત સ્લીપર ટ્રેનની ખાસ કરીને લાંબા અને મિડિયમ અંતરના ટ્રાવેલ માટે ડિઝાઈન કરવામાં આવી છે.
હાલમાં કુલ 10 વંદે ભારત સ્લીપર ટ્રેનનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે, જ્યારે પહેલી રેક (પ્રોટોટાઈપ) પણ આવી ગઈ છે, ત્યારે ટૂંક સમયમાં આ ટ્રેન ટ્રાયલના ધોરણે દોડાવાશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ઈન્ડિયન રેલવેના નેટવર્કને એડવાન્સ અને મોર્ડન બનાવવા માટે રેલવેનું સૌથી મોટું પગલું ભર્યું છે. સ્લીપર વેરિયન્ટની સાથે સાથે 200 વંદે ભારત સ્લીપર રેક ટેકનોલોજી બનાવવાનો ઓર્ડર આપ્યો છે, જેથી એડવાન્સ ટ્રેનના સંચાલનમાં તેજી આવી શકે.
વંદે ભારત સ્લીપર ટ્રેનનો ટ્રાયલ ક્યારે શરુ થશે?
ટ્રાયલ રન માટે ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (આઈસીએફ)એ તાજેતરમાં પહેલી ટ્રેનને ડિસ્પેચ કરી હતી. ટ્રાયલ રન મધ્ય પ્રદેશના ખજુરાહોમાં કર્યો હતો. ટ્રાયલ રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડસ ઓર્ગેનાઈઝેશન (આરડીએસઓ)ના સુપરવિઝનમાં કરવામાં આવ્યું હતું. વંદે ભારત સ્લીપર ટ્રેનનો ટ્રાયલ હેતુ અલગ અલગ લોડ કન્ડિશન્સમાં ટ્રેનની સ્ટેબિલિટી, વાઈબ્રેશન લેવલ અને ઓવરઓલ ડાયનેમિક પર્ફોર્મન્સ વગેરે ક્રિટિકલ ફેક્ટર્સનું પરીક્ષણ કરવાનો છે. પેસેન્જર સર્વિસ માટે ટ્રેન તમામ જરુરી સ્ટાન્ડર્ડને પૂરા કરે.
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ અંગે જાણકારી આપી હતી. દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન ટ્રાયલ માટે રવાના કરી છે, જ્યારે સ્લીપર ટ્રેનની તસવીરો પણ શેર કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ભારતીય રેલવે કરશે કમાલ, આવી રહી છે વંદે ભારત પાર્સલ ટ્રેન…
Vande Bharat (Sleeper) Train dispatched from ICF Chennai for loaded simulation trial. pic.twitter.com/nyLLhzoLMP
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 18, 2024
વંદે ભારત સ્લીપર ટ્રેન ક્યારથી કમર્શિયલ રીતે ચાલુ થશે અને એ પણ ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂરો થયા પછી ખબર પડશે.
ઓપરેશનલ એફિશિયન્સી માટે ટ્રાયલ રન જરુરી છે. ડિસેમ્બર, 2024ની વાત કરીએ તો કુલ 136 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની સર્વિસીસ હાલમાં દેશમાં ઓપરેશનમાં છે.
શોર્ટ અને મિડિયમ ડિસ્ટન્સના પેસેન્જરની જરુરિયાત માટે બ્રોડ ગેઝ ઈલેક્ટ્રિફાઈડ નેટવર્કની આવશ્ક્યતા છે. આ ટ્રેનમાં ચેર કાર સીટિંગ છે અને પ્રવાસીઓને ટ્રાવેલનો પણ સારો અનુભવ મળી રહ્યો છે.