નેશનલ

Vande Bharat Express સ્લીપર ટ્રેનની ટ્રાયલ ટૂંકમાં શરૂ થશે, રેલવેમંત્રીએ આપી માહિતી

નવી દિલ્હી : દેશમાં વંદેભારત સ્લીપર ટ્રેન(Vande Bharat Express)શરૂ થવાની બાબતે મોટા સમાચાર આવ્યા છે. જેમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં વંદે ભારત સ્લીપર ટ્રેનની ટ્રાયલ શરૂ થવાની સંભાવના છે. રાજ્યસભામાં લેખિત નિવેદન આપતા કહ્યું કે વંદે ભારત સ્લીપર ટ્રેનનો પહેલો પ્રોટોટાઈપ તૈયાર થઈ ગયો છે. ટૂંક સમયમાં તેનું પરીક્ષણ કરવામાં આવશે. મુસાફરો માટે ટ્રેનના સંચાલનના પ્રશ્ન પર મંત્રીએ કહ્યું કે તે ટ્રાયલના સફળ પરીક્ષણને આધિન છે.

મુસાફરોને વિશેષ સુવિધા મળશે

અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં રજૂ કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે હાલમાં લાંબા અને મધ્યમ અંતરની મુસાફરી માટે નિર્મિત વંદે ભારત સ્લીપર ટ્રેનો આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ ટ્રેનો કવચ EN-45545 HL3 ફાયર સેફ્ટી સ્ટાન્ડર્ડ્સને અનુરૂપ ટ્રેનો, ક્રેશવર્થ અને જર્ક ફ્રી સેમી-પરમેનન્ટ કપ્લર્સ અને એન્ટી ક્લાઈમ્બર્સથી સજ્જ છે.


Also read: આનંદો, આ રૂટ પર દિવાળી પહેલાં બે Vandebharat Express દોડાવવાની યોજના…


ઈમરજન્સી ટોક-બેક યુનિટ પણ હશે

માહિતી અનુસાર, ઇમરજન્સીમાં પેસેન્જર અને ટ્રેન મેનેજર/લોકો પાયલોટ વચ્ચે વાતચીત માટે ઈમરજન્સી ટોક-બેક યુનિટ પણ સ્થાપિત કરવામાં આવશે. એર કન્ડીશનીંગ, સલૂન લાઇટીંગ વગેરે જેવી મુસાફરોની સુવિધાઓ ટ્રેનોના કોચમાં ઉપલબ્ધ રહેશે.

136 વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે

ટ્રેનના તમામ કોચમાં સીસીટીવી કેમેરા હશે. ઉપરની બર્થ પર ચઢવામાં સરળતા માટે મુસાફરોને એર્ગોનોમિકલી ડિઝાઇન કરેલી સીડી પણ મળશે. ટ્રેનમાં આધુનિક ટોયલેટ સીટ પણ ઉપલબ્ધ હશે. મધ્યમ અંતરની વંદે ભારત ટ્રેન સેવાઓ વિશે વાત કરતા રેલ્વે મંત્રીએ કહ્યું કે 02 ડિસેમ્બર 2024 સુધીમાં ભારતીય રેલ્વે નેટવર્ક પર ચેર કાર કોચવાળી 136 વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે. તેમાંથી 16 વંદે ભારત એક્સપ્રેસ સેવાઓ તમિલનાડુમાં ચાલી રહી છે. સૌથી લાંબી વંદે ભારત ટ્રેન સેવાઓ દિલ્હી અને બનારસ વચ્ચે 771 કિમીનું અંતર આવરી લે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button