
નવી દિલ્હી : ભારતીય રેલવે દ્વારા હાલ વંદે ભારત સીટીંગ ટ્રેન અલગ અલગ શહેરો વચ્ચે સફળતાપૂર્વક દોડાવવામાં આવી રહી છે. ત્યારે રેલવે હવે અનેક રૂટ પર વંદે ભારત સ્લીપર ટ્રેન દોડાવવાની તૈયારી કરી રહી છે. જેના પગલે લાંબા અંતરની યાત્રા આરામ દાયક અને સુવિધાજનક બની રહશે. તેમજ વંદે ભારત સ્લીપર ટ્રેન 16 કોચની હશે કે 24 કોચની તે અંગે રેલવેમંત્રીએ સ્પષ્ટતા પણ કરી છે.
પ્રથમ રેક તૈયાર કરવામાં આવી રહ્યો છે.
રેલવે મંત્રીએ શુક્રવારે રાજયસભામાં જણાવ્યું હતું કે, વંદે ભારત સ્લીપર ટ્રેનનો પ્રથમ રેક તૈયાર થયો છે તેમજ તે ઝડપથી પાટા પર દોડશે. તેમણે કહ્યું કે ટ્રેનનો પ્રથમ પ્રોટોટાઈપ તૈયાર છે. તેનું સ્થાનિક પરીક્ષણ સફળ રહ્યું છે. તેમજ તેના આધારે પ્રથમ રેક તૈયાર કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: આનંદોઃ મહારાષ્ટ્રને એક નહીં, બે વંદે ભારત સ્લીપર ટ્રેનની ભેટ મળી શકે…
અલગ અલગ કંપનીઓએ કામ આપવામાં આવ્યું
રેલવે મંત્રીએ જણાવ્યું કે વંદે ભારત સ્લીપર ટ્રેનની ડિઝાઈનને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. અત્યારે 10 ટ્રેનની નિર્માણ પ્રક્રિયા ચાલુ છે. આ ઉપરાંત ચેન્નાઈની કોચ ફેક્ટરીમાં 50 વધુ ટ્રેનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. તેમજ 200 વંદે ભારત સ્લીપર ટ્રેનના નિર્માણ માટે અલગ અલગ કંપનીઓએ કામ આપવામાં આવ્યું છે.
સ્લીપર ટ્રેન 16 કોચની હશે કે 24 કોચની તે અંગે રેલવેમંત્રીએ સ્પષ્ટતા કરી
વંદે ભારત સ્લીપર ટ્રેન 16 કોચની હશે કે 24 કોચની તે અંગે રેલવેમંત્રીએ સ્પષ્ટતા પણ કરી છે. જેમાં કાઈનેટ રેલવે સોલ્યુશન લિમિટેડ નામની કંપનીને 16 કોચ વાળી 120 ટ્રેન બનાવવાની જવાબદારી મળી છે. જોકે, તૃણમૂલ સાંસદ સાકેત ગોખલે સવાલ પૂછ્યો હતો કે આ કોન્ટ્રાકટ બદલી 24 કોચ વાળી 80 ટ્રેન બનાવવાનો કરવામાં આવ્યો છે. ત્યારે રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે તમામ બદલાવ નિયમ મુજબ કરવામાં આવે છે. તેમજ આગામી કેટલાક મહિનાઓમાં વંદે ભારત સ્લીપર ટ્રેન રેલવે યાત્રાનો નવો અધ્યાય લખશે.
આ પણ વાંચો: વંદે ભારત સ્લીપર ટ્રેન અંગે રેલવે પ્રધાનની મોટી જાહેરાત, આ તારીખ થશે ટ્રાયલ રન, જુઓ તસ્વીરો
વંદે ભારત સ્લીપર ટ્રેનમાં અનેક વિશેષતાઓ

આ ઉપરાંત રેલેવે વિભાગે આપેલી માહિતી અનુસાર વંદે ભારત સ્લીપર ટ્રેનમાં અનેક વિશેષતાઓ જોવા મળશે. જે હાલની અન્ય ટ્રેનોમાં નથી. જેમાં આ ટ્રેનમાં ઓટોમેટીક ડોર હશે. તેમજ સ્લીપર કોચમાં સીટ ખુબ જ આરામ દાયક હશે. મુસાફરોને ઓન બોર્ડ વાઈ -ફાઈની સુવિધા પણ આપવામાં આવશે. ટ્રેનની ડિઝાઈન એરક્રાફ્ટ જેવી હશે. જેના લીધે યાત્રા દરમિયાન શાંતિ, સુરક્ષા અને સુવિધાનો સારો અનુભવ મળશે. આ સેમી હાઈ- સ્પીડ ટ્રેન હશે એટલે કે તેની સ્પીડ અન્ય ટ્રેન કરતા ઝડપી હશે અને આંચકા ઓછા લાગે છે.