વંદે ભારત સ્લીપર ટ્રેનનો ફર્સ્ટ લૂક જાહેર: જુઓ AC કમ્પાર્ટમેન્ટની ઝલક...
Top Newsનેશનલ

વંદે ભારત સ્લીપર ટ્રેનનો ફર્સ્ટ લૂક જાહેર: જુઓ AC કમ્પાર્ટમેન્ટની ઝલક…

160-180 કિમી/કલાકની સ્પીડે દોડાવાશે, 1000થી વધુ પ્રવાસી મુસાફરી કરી શકશે

નવી દિલ્હીઃ વંદે ભારત એસી ચેર કાર પછી હવે સ્લીપર ટ્રેન દોડાવવાની ઘડીઓ ગણાઈ રહી છે. વંદે ભારત એસી ફર્સ્ટ ક્લાસ સ્લીપર કોચની પણ ઝલક જોવા મળી હતી. ફર્સ્ટ એસી કમ્પાર્ટમેન્ટની ડિઝાઈન પર એકદમ એરલાઈન જેવી છે. નોઈઝ ફ્રી-ઈન્ટિરિયર, સેન્સર લાઈટિંગ અને દરેક બર્થ પર ચાર્જિંગ પોઈન્ટ, ઉપરના બર્થ પર સ્ટાઈલિશ સ્ટેયર્સ જેવી સુવિધા આપી છે, જે ટ્રેનના ઈન્ટિરિયર લૂકને શાનદાર બનાવે છે. હવે આ ટ્રેન ક્યારે દોડાવવામાં આવે એની સૌને ઈંતજારી છે.

16 કોચની ટ્રેનમાં એસી ફર્સ્ટ, સેકન્ડ અને થ્રી ટિયર કોચ હશે
ભવિષ્યની હાઈ સ્પીડ લક્ઝરી ટ્રેનની ડિઝાઈન Kinet Railway Solutions તૈયાર કરી છે, જેમાં પ્રવાસીઓની મુસાફરી પણ શાનદાર રહેશે. નવી ટ્રેનના નિર્માણથી ભારતીય રેલવેના ઈતિહાસમાં નવો અધ્યાય જોડાયો છે. વંદે ભારત સ્લીપર ટ્રેનની ઝલક પણ ઈન્ટરનેશનલ રેલવે ઈક્વિપમેન્ટ એક્ઝિબિશન (આઈઆરઈઈ 2025)માં પહેલી વખત ફર્સ્ટ એસી સ્લીપર કમ્પાર્ટમેન્ટની ડિઝાઈન પણ જોવા મળી છે.

આ ટ્રેનને દિલ્હી ભારત મંડપમ ખાતે રજૂ કરવામાં આવી હતી, જે લાંબા અંતરમાં મુસાફરી કરનારાને લાભ મળી શકે છે. ટ્રેનમાં 16 કોચ હશે, જેમાં એસી ફર્સ્ટ ક્લાસ, એસી ટૂ ટિયર અને એસી-થ્રી ટિયરનો સમાવેશ થાય છે. ટ્રેનમાં 1,000થી વધુ પ્રવાસી મુસાફરી કરી શકશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

1,920 કોચના નિર્માણની જવાબદારી સોંપી છે
આ મુદ્દે અધિકારીએ કહ્યું હતું કે પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવી છે. નવી ટેક્નોલોજી અને લક્ઝરી સુવિધાઓને ધ્યાનમાં રાખીને નવી ડિઝાઈનનો અમલ કર્યો છે. રેલવે વિકાસ નિગમ લિમિટેડ (આરવીએનએલ) અને Kinet Railway Solutions અને રશિયન કંપનીના સંયુક્ત ઉપક્રમ હેઠળ કામ કરી રહી છે. કંપનીને 120 વંદે ભારત ટ્રેન મતલબ કે 1,920 કોચના નિર્માણ અને મેઈન્ટેનન્સની પણ જવાબદારી સોંપવામાં આવી છે.

વંદે ભારત સ્લીપર ટ્રેનની ખાસિયતો જાણો
મહારાષ્ટ્રના લાતુરમાં કંપની દ્વારા આધુનિક મેન્યુફેકચરિંગ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યારે હૈદરાબાદમાં પણ એન્જિનિયરિંગ સેન્ટર અને જોધપુરમાં મેઈન્ટેનન્સ ડેપો બનાવવામાં આવ્યો છે. આગામી દિવસોમાં દિલ્હી અને બેંગલુરુમાં નવી સુવિધા પણ શરુ કરવામાં આવશે.

વંદે ભારત સ્લીપર ટ્રેનની વિશેષતામાં ખાસ તો પહેલી હાઈ સ્પીડ લક્ઝરી સ્લીપર ટ્રેન છે, જેમાં નોઈઝ ફ્રી ઈન્ટિરિયર અને બેસ્ટ રાઈડ ક્વોલિટી હશે. ઓનબોર્ડ વાઈફાઈ કનેક્ટિવિટી, ઓટોમેટિક ડોર અને સેન્સર બેઝ્ડ લાઈટિંગ સિસ્ટમ, એસી સિસ્ટમની સાથે ટ્રેનની સ્પીડ કલાકના 160થી 180 કિલોમીટરની છે, જેમાં મુસાફરીથી સમયની બચત પણ થશે, એવો અધિકારીએ દાવો કર્યો હતો.

આ પણ વાંચો…વંદે ભારત અને રાજધાની જેવી ટ્રેનો કોની માલિકીની Indian Railway કે પછી ખાનગી કંપનીની?

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »

સંબંધિત લેખો

Back to top button