જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ, વૈષ્ણો દેવી યાત્રાને કામચલાઉ ધોરણે સ્થગિત કરાઈ…

કટરા : જમ્મુ કાશ્મીરમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કટરામાં સ્થિત માતા વૈષ્ણો દેવીના પવિત્ર મંદિરની યાત્રાને કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવી છે.
આ અંગે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ ના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારે વરસાદ બાદ હિમકોટી રૂટ સૌથી પહેલા બંધ કરવામાં આવ્યો હતો. તેમજ હવામાનમાં સુધારો ન થતાં બોર્ડે સમગ્ર યાત્રાને થોડા કલાકો માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
યાત્રાને સ્થગિત કરવામાં આવી
આ ઉપરાંત શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે શ્રદ્ધાળુઓને અફવા પર ધ્યાન ના આપવા અને બોર્ડના સત્તાવાર અપડેટ સાથે જોડાવવા અપીલ કરી છે. તેમજ હાલમાં આ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે.
હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી
આ દરમિયાન હવામાન વિભાગે જમ્મુ ક્ષેત્રના કઠુઆ, સાંબા, ડોડા, જમ્મુ, રામબન અને કિશ્તવાડ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ આપ્યું છે. જમ્મુમાં નદીઓમાં પાણીનું સ્તર ભયજનક સપાટીથી ઉપર છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં પૂરનો ભય છે.
ચિનાબ નદીનું પાણીનું સ્તર વધી રહ્યું છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં ચિંતા વધી રહી છે. જમ્મુમાં અનેક સ્થળોએ એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. જયારે વહીવટીતંત્રે નદી કિનારે રહેતા લોકોને સતર્ક રહેવા અને બિનજરૂરી રીતે બહાર ન નીકળવાની સલાહ આપી છે.
આ પણ વાંચો…સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઓરીની મુશ્કેલીઓ વધી, વૈષ્ણો દેવી મંદિર પાસે કર્યું આવું કામ…



