નેશનલ

મસૂરીના કેમ્પ્ટી વોટર ફોલે વરસાદ બાદ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, વિડીયો વાઇરલ

મસૂરી: ઉત્તરાખંડના મસૂરીમાં આવેલા કેમ્પ્ટી વોટર ફોલે વરસાદ બાદ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. તેનો એક વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે. રવિવારે કેમ્પ્ટી વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. આ ભારે વરસાદ પછી કેમ્પ્ટી વોટર ફોલમાં ઘણું પાણી ભરાઈ ગયું અને આ વોટર ફોલે ખૂબ જ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું.આ વોટર ફોલમાંથી પાણી ખૂબ જ ઝડપથી નીચે વહી રહ્યું છે. આ દ્રશ્યો ભય ઉભા કરે તેવા છે. જોકે, રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી.વોટર ફોલે ભયંકર સ્વરૂપ ધારણ કર્યા બાદ પોલીસે પ્રવાસીઓને ત્યાં જવા પર રોક લગાવી દીધી છે.

યુઝર્સે લખ્યું આ કુદરત સાથે છેડછાડનું પરિણામ

જ્યારે સોશિયલ મીડિયા પર કેમ્પ્ટી વોટરફોલનો ભયાનક વીડિયો વાઇરલ થયા બાદ લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી છે. જેમાં એક યુઝરે લખ્યું કે, હું નહાવા જતો હતો. બીજા એક યુઝરે લખ્યું, આ કુદરત સાથે છેડછાડનું પરિણામ છે. આપણા પર્વતોમાં પણ બધું બદલાઈ રહ્યું છે.

જ્યારે ત્રીજા યુઝરે લખ્યું, આ જગ્યાએ વારંવાર આવું થાય છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, આ એક ભયાનક દ્રશ્ય છે. ખૂબ જ ઉગ્ર સ્વરૂપ. જ્યારે અન્ય લોકોએ અલગ-અલગ એકાઉન્ટ્સમાંથી વીડિયો જોયા બાદ આ બધી ટિપ્પણીઓ કરી છે.

આ પણ વાંચો…પાકિસ્તાનની હાલત થશે બદથી બદતર, સિંધુ બાદ રોક્યું ચિનાબ નદીનું પાણી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button