ઉત્તરકાશીના ધારાલી ગામમાં 200 લોકો ફસાયેલા, સેના જવાનો બનાવી રહ્યા છે રસ્તો

ઉત્તરાખંડના ઉત્તરકાશીના ધારાલી ગામ પર મંગળવારે વાદળ ફાટતા ભારે તારાજી સર્જાઈ છે. જેની બાદ સતત રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી 130 લોકોને બચાવવામાં આવ્યા છે. તેમજ હજુ ધારાલી ગામમાં 200 લોકો ફસાયા છે. તેમજ તેમના બચાવ માટે જવાનો રસ્તો બનાવી રહ્યા છે. આ દરમિયાન ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામીએ અસર ગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.
કામચલાઉ બ્રિજ બનાવવામાં આવશે
ધારાલી ગામમાં ફસાયેલા લોકોને સલામત રીતે નીકાળવા માટે આઈટીબીપી અને સેનાના જવાનો 25 ફીટ ઉંચા કાદવ પર રસ્તો બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમજ આ સ્થળે કામચલાઉ બ્રિજ બનાવવામાં આવશે. આ ગામમાં 200થી વધુ લોકો ફસાયેલા છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર 24 કલાક કાર્યરત
ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું કે, ભારતીય સેના, આઈટીબીપી, એસડીઆરએફ, એનડીઆરએફ અને સ્થાનિક લોકો સહિત તમામ એજન્સીઓ બચાવ કાર્યમાં જોતરાઈ છે. ગઈ કાલે 130 લોકોને બચાવવામાં આવ્યા છે. લોકોને શોધવા માટે તપાસ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. તેમજ દહેરાદુનમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર 24 કલાક
કાર્યરત છે. અમે લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પીએમ મોદીએ આજે પણ સમગ્ર ઓપરેશનની વિગત મેળવી છે.
સેનાના હેલીકોપ્ટર પણ તૈયાર રાખવામાં આવ્યા
સીએમ પુષ્કર સિંહ ધામીએ ઉત્તરકાશીના ધારાલી અને તેની આસપાસના પુર પ્રભાવિત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમજ કહ્યું હતું કે બચાવ કાર્ય માટે સેનાના હેલીકોપ્ટર પણ તૈયાર રાખવામાં આવ્યા છે. જયારે હવામાનમાં સુધારો
થશે ત્યારે તેનાથી રેસ્ક્યુ કરવામાં આવશે. તેમજ ફૂડ પેકેટ અને ડોકટરોની ટીમ પણ તૈયાર રાખવામાં આવી છે. આ દરમિયાન હર્ષિલમાં સેનાના નવ જવાનો લાપતા છે.
આપણ વાંચો: RBI ગવર્નરે રેપો રેટ અંગે કરી મહત્વની જાહેરાત; જાણો તમારા ખિસ્સા પર શું અસર થશે