ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, 130 થી વધુ લોકોને બચાવાયા, અનેક લોકો લાપતા...

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, 130 થી વધુ લોકોને બચાવાયા, અનેક લોકો લાપતા…

દહેરાદૂન: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાનાં ધારાલી ગામમાં વાદળ ફાટતા ભારે તબાહી મચી ગઈ છે. પુર બાદ ભૂસ્ખલન થતા અનેક ઘર-હોટલો તણાયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે.

જયારે ધારાલી, સુખી અને હર્ષિલમાં એનડીઆરએફ, એસડીઆરએફ અને સેના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ 130 થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. ભારે કીચડના પગલે રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી પડી રહી છે.

ખરાબ હવામાનના કારણે રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલી
આ વિસ્તારમાં વાદળ ફાટતા ઉભી થયેલી સ્થિતિને પહોંચી વળતા વહીવટીતંત્ર કામે લાગ્યું છે. જોકે, ખરાબ હવામાનના કારણે રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલી પડી રહી છે.

ટીમો વાદળ ફાટવાની ઘટનામાં લાપતા લોકોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. જયારે શબને શોધવા માટે શ્વાનની મદદ લેવામાં આવી રહી છે. જયારે અન્ય રાજયોની રેસ્ક્યુ ટીમ પણ ઉત્તરાખંડ પહોંચી છે.

ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ
ઉત્તર કાશીમાં વાદળ ફાટવાની ઘટનામાં હર્ષિલનો આર્મી કેમ્પ પણ તબાહ થયો છે. હેલીપેડ ડૂબી ગયું છે. જયારે હરિદ્વાર -ભીમગૌડા ટનલ નજીક પહાડનો કાટમાળ પડતા રેલ્વે લાઇન બંધ થઈ છે.

આ ઉપરાંત આજે પણ ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે હરિદ્વાર અને નૈનીતાલ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

પણ વાંચો…વાદળ ફાટવાની ઘટનાએ ઉત્તરાખંડમાં મચાવી તબાહી, કાટમાળમાં દટાઈ ગઈ અનેક ઈમારતો…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button