ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું, અનેક ઘરોમાં કાટમાળ ભરાયો...
Top Newsનેશનલ

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું, અનેક ઘરોમાં કાટમાળ ભરાયો…

ઉત્તરકાશી : દેશના પહાડી રાજ્યોમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓ સતત ચાલુ છે. જેમાં ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં શનિવારે સાંજે વાદળ ફાટવાની ઘટના પ્રકાશમાં આવી છે.

જેના લીધે નૌ ગાવ વિસ્તારમાં અચાનક પુર આવ્યું તેમજ ભૂસ્ખલન થયું હતું. તેમજ તેના લીધે લોકોમાં નાસભાગ મચી હતી. તેમજ એક મકાન કાટમાળમાં દબાયું છે. જયારે કીચડ ભરેલું પાણી અનેક ઘરોમાં ઘુસી ગયું છે.

દિલ્હી -યમુનોત્રી હાઈવે બંધ કરી દેવામાં આવ્યો
આ દુર્ઘટના બાદ દિલ્હી -યમુનોત્રી હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. જેના લીધે ઉત્તરાખંડના આ વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો છે. આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ એ જણાવ્યું હતું કે સાંજે યમુના ખીણના શિવરી ફોલ બેલ્ટમાં વાદળ ફાટ્યું હતું અને પાણીના પ્રવાહમાં વધારો થવાને કારણે કાટમાળ નીચે વહેવા લાગ્યો હતો.

જેના કારણે નીચલા વિસ્તારોમાં નુકસાન થયું હતું. તેમજ જિલ્લા વહીવટીતંત્ર અને એનડીઆરએફે અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી નથી.

લોકો જીવ બચાવવા માટે ભાગ્યા હતા
તેમજ પાણીના અચાનક આવેલા પ્રવાહમાં એક મિક્સર મશીન અને કેટલાક ટુ-વ્હીલર વહી ગયા હતા. એક કાર પણ કાટમાળ નીચે દટાઈ ગઈ હતી. તેમજ પાણી સાથે કાટમાળ આવતા નૌગાંવ બજારમાં નાસભાગ મચી હતી. તેમજ લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યા હતા.

સીએમ પુષ્કરસિંહ ધામીએ પણ જિલ્લા કલેકટર સાથે વાતચીત કરી
આ અંગે ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામીએ પણ જિલ્લા કલેકટર સાથે વાતચીત કરીને ઘટનાની માહિતી મેળવી હતી. તેમજ લોકોને જરૂરી મદદ માટે પણ સુચના આપી હતી. યુદ્ધના સ્તરે રાહત અને બચાવ કાર્ય માટે જરૂરી મદદ આપવાની પણ ખાતરી આપી હતી.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button