ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યોઃ ટીડીપીનાં સાંસદની બહેનનું મોત, બનેવીનો બચાવ

અમરાવતીઃ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આજે સવારે ગંગનાની નજીક એક ખાનગી કંપનીના હેલિકોપ્ટર દુર્ઘટના ઘટી હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના મોતના સમાચાર મળ્યા હતા.
આ અકસ્માતમાં મૃતકની ઓળખ થઈ છે, જેમાં છ લોકોનાં મોત થયા હોવાના સમાચાર જાણવા મળ્યા છે. મૃતકો પૈકી એક તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના સાંસદ જી.લક્ષ્મીનારાયણની બહેનનો પણ સમાવેશ થાય છે. આ ઘટનામાં કુલ છ લોકોના મોત થયા છે જ્યારે એક ગંભીર રીતે ઘાયલ છે.
લક્ષ્મીનારાયણે મીડિયાની મુલાકાતમાં જણાવ્યું હતું કે “હા, મારી બહેન વેદવતી (48) તે હેલિકોપ્ટરમાં સવાર હતી. મારા બનેવી ભાસ્કરનો આબાદ બચાવ થયો પણ મારી બહેનનું મોત થયું છે.
આપણ વાંચો: ઉત્તરાખંડના ઉત્તર કાશીમાં હેલિકોપ્ટર ક્રેશ, પાંચ લોકોના મોત બે ઘાયલ
અધિકારીઓએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટર ગંગોત્રી મંદિર તરફ જઈ રહ્યું હતું પરંતુ સવારે 8.45 વાગ્યાની આસપાસ ગંગનાની નજીક ક્રેશ થયું હતું, જેમાં પાયલટ સહિત છ લોકોના મોત થયા હતા. અનંતપુરના સાંસદે કહ્યું કે ભાસ્કર આઘાતમાં હતા અને વધુ બોલી શક્યા નહીં.
તેમણે માહિતી આપી કે ભાસ્કર ઋષિકેશની એક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની હાલતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. ટીડીપી સાંસદના જણાવ્યા અનુસાર, તેમના સંબંધીઓ ચારધામ યાત્રા પર ગયા હતા અને ગંગોત્રી જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો. તેમણે કહ્યું કે દહેરાદૂન અને ઋષિકેશની મુલાકાત લીધા પછી, તેઓ ગુરુવારે સવારે 8 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા ગંગોત્રી જઈ રહ્યા હતા.