ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી, કેદારનાથ યાત્રા 14 ઓગસ્ટ સુધી સ્થગિત

દહેરાદૂન : ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં નદીઓમાં પુરની સ્થિતિ છે. તેમજ સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે. આ દરમિયાન હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી છે. તેમજ રુદ્ર પ્રયાગના ભારે વરસાદની ચેતવણી બાદ કેદારનાથ યાત્રાને આગામી ત્રણ દિવસ માટે
સ્થગિત કરવામાં આવી છે.
12,13 અને 14 ઓગસ્ટના રોજ રુદ્રપ્રયાગમાં ભારે વરસાદની આગાહી
આ ઉપરાંત જીલ્લા વહીવટીતંત્રએ કેદારનાથ આવનારા તમામ યાત્રીઓ માટે એડવાઈઝરી જાહેર કરી હતી. આ એડવાઈઝરીમાં યાત્રીઓને કહેવામાં આવ્યું છે કે હવામાન વિભાગની આગાહીને ધ્યાનના રાખીને યાત્રા કરે. આ અંગે જીલ્લા કલેકટરે જણાવ્યું છે કે, હવામાન વિભાગે 12,13 અને 14 ઓગસ્ટના રોજ રુદ્રપ્રયાગ સહિત રાજયના અનેક જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ યાત્રીઓની સુરક્ષાને ધ્યાનના રાખીને આગામી ત્રણ દિવસ 14
ઓગસ્ટ સુધી કેદારનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે.
નદીના જળસ્તર પર સતત વોચ
આ ઉપરાંત જીલ્લા કલેકટરે જણાવ્યું કે, રાજ્યમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીમાં નિર્દેશો અનુસાર તમામ વિભાગોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તેમજ નેશનલ હાઈવેના ડેન્જર ઝોનમાં 24 કલાક જેસીબી અને પોકલેન્ડ મશીન તૈનાત કરવામાં આવ્યા છે. જેનાથી જો રોડ બંધ થાય તો તેને ઝડપથી ખોલી શકાય. તેમણે કહ્યું કે નદીના જળસ્તર પર સતત વોચ રાખવામાં આવી રહી છે. તેમજ નદી કિનારે વસતા લોકોને સુરક્ષિત સ્થળોએ જવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો…હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી, બદ્રીનાથ હાઇવે જામ, શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાના નિર્દેશ